________________
ન
ઉપાશકદશાંગ સાનુવાદ છે ઉર ||
+++
++
પિપાસાવાળા કામદેવ શ્રમણોપાસક ! દેવાનુપ્રિય ! જે શીલ-અણુવ્રતો, વતે-દિશાવ્રત વગેરે, વિરમણ-રાગાદિની વિરતિ, પચ્ચક્ખાણ-પ્રત્યાખ્યાન અને પાષાપવાસને ચલાવ-ભંગ કરે. (અને પાળવામાં) ક્ષેભ કર, ખંડન કર, ભાંગવો, ત્યાગ કરવો અને સર્વથા ત્યાગ કરવો તને ક૯પ નથી. જે તું આજે શીલ યાવદ પોષધોપવાસ છોડીશ નહિ કે ભાંગીશ નહિ તે આજે આ કાળા કમળ જેવી યાવત્ તલવાર વડે તારા ટુકડે ટુકડા કરીશ. જે રીતે હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાની દુર્ધટ-અત્યંત પરાધીનતાથી પીડિત થયેલ અકાળે જીવિતથી મુક્ત થઈશ.
ત્યારબાદ તે કામદેવ શ્રમણોપાસક તે પિશાચ રુ૫ દેવે એ પ્રમાણે કહ્યું એટલે અભીત–ભયભીત થયા સિવાય, અત્રતત્રાસ પામ્યા વગર, ઉદ્વગરહિત, અક્ષભિત-ભેંભરહિત, અચલિત, અસંભ્રાન્ત-નિશ્ચલ તૂચ્છક-ઉત્તર આપ્યા વગર ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલો વિહરે છે.
૩ ત્યાર પછી તે પિશાચ રુપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય યાવતું ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલ જુએ છે. જોઈને બીજીવાર પણ કરવદેવને એ પ્રમાણે કહ્યું-અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર હે કામદેવ! જે તું આજે શીલ વ્રત પરાધીનતા, તે વડે ઋત-પીડિત, અથવા આતંદુઃખાર્ત-આર્તધ્યાન વડે દુઃખ-દુઃખથી પીડિત તથા વશ-વિષયની પરાધીનતા વડે ઋત-વ્યાસ, તે પછી કર્મ ધારય સમાસ કર. ‘અભતે’ ઈત્યાદિ એકાWક શબ્દો છે અને અભયને પ્રકર્ષ બતાવવા માટે છે.
૩ તિવલિય” ત્રિવલિકાં ત્રણ વળિયાવાળી ‘ભ્રકુટી' દષ્ટિની રચનાવિશેષને લલાટને વિશે સંહિત્ય-કરીને ચલ
++++++++++++