SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસકદશાંગ સાનુવાદ | ૬૮ ભાગના લાકડા સરખા અને મડહ-અપ્રશસ્ત જાનુ-ઢીંચણવાળે, વિકૃત બેડેળ, ભગ્ન-ભાંગેલ અને ભગ્ન-વાંકી ભમરવાળે; અબદારિત પહોળું કરેલ છે મુખ રૂપીવિવર જેણે તથા નિલલિત-બહાર કાઢેલ જીમને અગ્રભાગ જેણે એવો, શરટ-કાકીડાની જેણે માળા કરી છે એવો, ઉંદરની માળા વડે યુક્ત સુકૃત-સારી રીતે કરેલું છે ચિન્હ જેણે એ, જેણે નકુલ–રોળીયાનું કર્ણ પૂરકાનનું આભૂષણ કરેલું છે અને સાપનું વૈકક્ષ-ઉત્તરાસંગ કરેલું છે એ, કરાટ કરે, જેણે ભયંકર અટ્ટહાસ્ય છે તથા “જમલકેફ્રિયાસઠાણુસંઠિયા” યમલ-સમાનપણે રહેલ બે કહીની આકૃતિના જેવા તેના ઉરુ-સાથળ છે. તથા “અજુગટું વ’ અર્જુન–એક જાતનું ઘાસ તેના, ગુ–ગુરછાના જેવા તેના જાનુ ઢિંચણ છે. હમણાં કહેલી ઉપમનું સમાન પણું બતાવે છે-તે અત્યન્ત વક્ર અને વિકૃત–બેડોળ તથા વીભત્સદંખાવવાળા છે. તેની જંઘા-ઢિંચણની નીચે રહેનારી જાંઘ-કર્કશ-કઠણ છે એટલે માંસરહિત છે. તથા રોમ-વાળ વડે ઉપચિત વ્યાપ્ત છે. તથા અઘરીવાટવાની શિલા, તેની આકૃતિ જેવા તેના બને પગ છે. તથા અહરીલેઢiઠાણુસંઠિયાઓ” અધરીષ્ઠા-શિલાપુત્રકવાટવાને પત્થર, તેના આકાર જેવી બનને પગની આંગળીઓ છે. “સિપિપપુડસંઠિયા’ છીપના પડ જેવા તેના પગની આંગળીના નખો છે. કેશના અગ્રભાગથી નખના અગ્રભાગ સુધી પિશાચના રુપનું વર્ણન કર્યું. હવે સામાન્ય રીતે તેના વર્ણન માટે કહે છે-“લડહમડહજાણુએ” અહી પ્રસંગથી લડહ શબ્દ વડે ગન્દી-ગાડાના પાછળના ભાગમાં રહેલું તેના ઉત્તરાંગનું રક્ષણ કરવા માટે જે લાકડું હોય છે તે કહેવાય છે. તે ઢીલાબધનવાળું હોય છે. એ પ્રમાણે ઢીલા સાંધાના બધન હોવાથી લડહના જેવા તે લડહ અને સ્કૂલ, અ૫ અને લાંબા હોવાથી મડહ–અપ્રશસ્ત જાનુ-ઢીંચણ જેના છે
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy