________________
ઉપારાકદશાંગ સાનુવાદ છે ૬૨ છે
૨. કામદેવાધ્યયન ૧ હે ભગવન્! યાવત્ નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવન્ત મહાવીરે જે સાતમા ઉપાસક દશાંગના પ્રથમ અધ્યયનનો આ (પૂર્વોક્ત) અર્થ કહ્યો છે, તો હે ભગવન્! બીજા અધ્યયનને શું અર્થ કહ્યો છે? હે જંબૂ! એ પ્રમાણે તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર રીય હતું. જિતુશત્રુ રાજા હતે. કામદેવ ગૃહપતિ હતા. તેને ભદ્રા નામે ભાર્યા હતી. છ હિરણ્યકોટી નિધાનમાં મૂકેલી, છ વ્યાજમાં અને છ ધનધાન્યાદિના વિસ્તારમાં રેકેલી હતી. તેને દસ હજાર ગાયનું એક વ્રજ એવાં છ ત્રો હતાં. ભગવાન સમોસર્યા, આનંદની જેમ (કામદેવ)
૧-૨ હવે બીન અધ્યયનને વિશે કંઈક લખીએ છીએ-તે કામદેવ શ્રમણોપાસકની પાસે ‘પુનવરત્તાવરત્તકાલસમયસિ' પૂર્વ રાવરાત્રિને પૂર્વ ભાગ, અને અપરરાત્ર–રાત્રિને પછીનો ભાગ, તે રૂપ કાલના સમયને વિશે એટલે મધ્યરાત્રિએ એક માયી મિથ્યાદષ્ટિ દેવ આવ્યો અને તે એક મોટું પિશાચનું રૂ૫ વિક છે, તેને “ઈમેયારુ આ આવા પ્રકારને “વચ્છવાસે'-વર્ણકવ્યાસ-વર્ણનને વિસ્તાર છે. “સે' તેનું “સીસ' શીર્ષ–મસ્તક “ગોલિઝજ’ત્તિ ગાયોને ચારો કરવા માટે વાંસનું બનાવેલું પાત્ર, જેને ડાલું કહેવામાં આવે છે, તે ઊંધું મૂકયું હોય તેના આકાર જેવો આકાર છે. બીજા પુસ્તકમાં બીજું વિશેષણ છે-“વિશયકમ્પયનિબં” વિકૃત-બેડેળ અલંજર–પાણી ભરવાનું માટીનું મેટું પાત્ર વગેરે, તેના ક૯૫ક–ખંડ અર્થાતુ-કપર-ઠીબના જેવું છે, કવચિત્ “વિયડકપૂરનિભ” વિક્ટ વિસ્તીર્ણ કર્પર-માટીના વાસણની કપાલ-ઠીબના જેવું છે ! “સાલિભસેલુસરિસા” શાલિ-ડાંગરની ભસેલ-ડીઓના જેવા તેના