________________
ઉપાશકદશાંગ સાનુવાદ !૬૦ |
XXXXXXXXXXX
એ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જીનપ્રવચનમાં સત્-વિદ્યમાન, તથ્ય, તથા ભૂત–તે પ્રમાણે રહેલા અને સદભૂત ભાવની આલોચના કરાય છે, યાવત્ પ્રાયશ્ચિત રૂપે તપને સ્વીકાર કરાય છે? હે આનન્દ ! એ અર્થ યુક્ત નથી. “હે ભગવાન જે જિનવચનમાં સ૬ ૫ ભાવો સંબધે આલોચના ન કરાય અને યાવતુ તપ રુપ પ્રાયશ્ચિત ન કરાય તે હે ભગવન્! તમે જ એ સ્થાનકની આલોચના કરે, યાવત્ તપ૫ પ્રાયશ્ચિત્ત કરે.' ત્યાર બાદ આનન્દ શ્રાવકે એ પ્રમાણે કહ્યું એટલે શંકિત–શંકાવાળા, કાંક્ષિત-જિજ્ઞાસાવાળા અને વિચિકિત્સા-સંશયને પ્રાપ્ત થયેલા ભગવાન ગૌતમ આનન્દ શ્રાવકની પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં દૂતિ પલાશ ચિત્ય છે અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની થેડે દૂર રહી ગમનાગમન પડિક્રમે છે. પડિક્ટમી એષણ અને અષણની આલોચના કરે છે, આચના કરીને ભક્ત પાન–આહારપાણીને દેખાડે છે. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરીને તેણે એ પ્રમાણે કહ્યું- હે ભગવન્! એ પ્રમાણે આપની અનુજ્ઞા મેળવી હું (વાણિજ્યગ્રામ નામે ગ્રામને વિશે ગોચરી માટે ગયો હતો) ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહે છે. યાવતું ત્યાર બાદ શક્તિ, કાંક્ષિત અને સંશયને પ્રાપ્ત થયેલો હું આનન્દ શ્રમણોપાસકની પાસેથી નીકળીને જ્યાં આ સ્થાન છે ત્યાં શીધ્ર આવ્યો છું, તે હે ભગવન ! આનન્દ શ્રમણોપાસકે તે સ્થાનની આલોચના કરવી જોઈએ, યાવતું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અથવા મારે કરવું જોઈએ ? ગૌતમ” એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને એ પ્રમાણે કહ્યું- હે ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના
૧૪. ગાયમાં ઇત્તિ હે ગૌતમ! એ પ્રમાણે આમન્ત્રીને.