________________
ઉપાશકદશાંગ સોનુવાદ , | ૫૮
જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને તેણે એ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની અનુજ્ઞા વડે છઠ્ઠના ઉપવાસના પારણે વાણિજ્ય ગ્રામ નગરને વિશે ઘર સમુદાયના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલમાં ભિક્ષાચર્યાએ જવાને ઈરછું છું.” (ભગવંતે કહ્યું-) હે દેવાનું પ્રિય ! સુખ થાય તેમ કરો, પ્રતિબંધ ન કરે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે અનુજ્ઞા આપી એટલે ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી દૂતિ પલાશ રીત્યથી નીકળે છે. નીકળીને ત્વરા, ચપલતા અને સંભ્રમ સિવાય યુગપ્રમાણુ ભૂમિને જોનારી દષ્ટિ વડે ઈર્યા-માર્ગને શોધતા જ્યાં વાણિજ્ય ગ્રામ નગર છે. ત્યાં આવે છે આવીને વાણિજ્ય ગ્રામ નામે નગરમાં ઘર સમુદાયના ઉચ્ચ, નીચ અને મધ્યમ કળામાં ભિક્ષાચર્યા માટે ભમે છે. ત્યાર પછી તે ભગવાન ગૌતમ વાણિજ્યગ્રામ નગરમાં જેમ ભગવતીસૂત્રમાં કહ્યું છે તેમ ભિક્ષાચર્યાએ મમતા યથા યોગ્ય ભાત પાણીને સમ્યક પ્રકારે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વાણિજ્ય ગ્રામથી નીકળે છે, નીકળીને કલ્લાક સંનિવેશની પાસે થઈને જતા ઘણુ માણસોને શબ્દ સાંભળે છે. ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે...હે દેવાનુપ્રિયે! શ્રમણ ભગવંત મહાવીરના અન્તવાસી આનન્દ નામે શ્રાવક પિષધશાલામાં અપશ્ચિમ મારણતિક સંલેખનાનું આરાધન કરતા કાળની દરકાર નહિ કરતા વિહરે છે. ત્યાર બાદ તે ભગવંત ગૌતમને ઘણુ જણની પાસેથી એ અર્થ સાંભળી, વિચારી આવા પ્રકારનો આ સંકલ્પ થયે-તે માટે હું જાઉં અને આનન્દ શ્રાવકને જે' એમ વિચાર કરે છે. વિચારીને
જ્યાં કેટલાક સંનિવેશ છે, જ્યાં પિષધશાલા છે અને જ્યાં આનન્દ શ્રમણોપાસક છે ત્યાં આવે છે. ત્યાર બાદ તે આનન્દ શ્રાવક ભગવાન ગૌતમને આવતા જુએ છે, જોઈને તે હૃષ્ટ-પ્રસન્ન અને સંતુષ્ટ હદય વાળા થઈ ભગવાન