________________
યાવત અપશ્ચિમ મારણતિક સંલેખનાની આરાધના યુક્ત થઈ યાવત્ કાળની નહિ દરકાર કરતા વિહરે છે. ત્યાર બાદ તે આનન્દ શ્રાવકને અન્ય કોઈ દિવસે શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે, વિશુદ્ધ લેયાઓ વડે તેના આવરણભૂત કર્મના ક્ષાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ દિશામાં લવણુ સમુદ્રને વિશે પાંચસો જન પ્રમાણુ ક્ષેત્રને જાણે છે, એ પ્રમાણે દક્ષિણ દિશાએ અને પશ્ચિમ દિશાએ જાણવું, ઉત્તર દિશાએ ચુલ્લ હિમવંત વર્ષ ધર પર્વત સુધી જાણે છે અને દેખે છે. ઉર્વ—ઉપર સૌધર્મ દેવલાક સુધી જાણે છે અને દેખે છે, અ-નીચે આ રત્નપ્રભાના પૃથ્વીના ચારાશી હજાર વર્ષની સ્થિતિવાળા રોરુય નરકાવાસ સુધી જાણે છે અને દેખે છે.
૧૩ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન્ મહાવીર સમેસર્યા. પર્ષદા વાંદવાને નીકળી અને વાંદીને પાછી ગઈ. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જયેષ્ઠ અતેવાસી ગૌતમ ગેત્રીય, સાત હાથ ઊંચા, સમચતુરસૃસંસ્થાનવાળા, વજાઋષભનારાચ સંધયણયુક્ત સુવર્ણના કસેટી ઉપરના કષ જેવા, પદ્મના સમાન ગૌરવર્ણવાળા, ઉગ્ર તપવાળા, તેજસ્વી તપવાળા, તપસ્વી, ઘેર તપ વાળા, મહાતપસ્વી, ઉદાર, ઘોર ગુણવાળા, ઘોર તપસ્વી, ઘેર બ્રહાચારી, જેણે શરીરના મમત્વને ત્યાગ કર્યો છે એવા, સંક્ષિપ્ત અને વિપુલ તેજલેશ્યાવાળા ઇન્દ્રભૂતિ નામે અનગાર નિરન્તર છઠું છટ્ઠના તપ કરવા વડે, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યાર પછી ભગવાનું ગૌતમ છડું ક્ષપણુના પારણાને દિવસે પ્રથમ પૌરુષીને વિશે સ્વાધ્યાય કરે છે, બીજી પૌરુષીએ ધ્યાન કરે છે, ત્રીજી પૌરુષીએ ત્વરા અને ચપલતા સિવાય સંભ્રમ રહિત મુહપત્તિનું પ્રતિલેખન કરે છે, પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રોનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રોને પ્રમાર્જે છે, પ્રમાજી પાત્રો ગ્રહણ કરે છે. ગ્રહણ કરી
આનંદ આ અધ્યયન આ છે ૫૭ |