________________
દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરિકા કરતાં તેને આ આવા પ્રકારનો અધ્યસાય, વિચાર, અભિલાષ અને મનોગત સંક૯પ થયો-એ પ્રમાણે ખરેખર હું વાણિજ્ય ગ્રામ નગરમાં ઘણા રાજા, ધનાઢય વગેરેને બહુમાન્ય યાવત્ મારા પિતાના કુટુંબને આધારભૂત છું, તેથી એ વિક્ષેપ વડે હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલી ધર્મ પ્રતિજ્ઞપ્તિને કરવાને સમર્થ નથી, તે માટે મારે કાલે સૂર્યોદય થાય ત્યારે વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર તૈયાર કરાવી ચાવ કુટુમ્બને આમત્રી ઈત્યાદિ પૂરણ સંબધે કહ્યું છે તેમ યાવત્ જેષ્ઠ પુત્રને કુટુમ્બમાં સ્થાપન કરીને, તે મિત્ર વગેરેની યાવત્ જયેષ્ઠ પુત્રની રજા માગીને કેટલાક સંનિવેશમાં જ્ઞાતકુલને વિશે પોષધશાલાનું પ્રતિલેખન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને રહેવું શ્રેય છે” એવો વિચાર કરે છે,
કરી ડાભના સંથારા ઉપર બેઠેલ આનંદ શ્રાવક ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલ ધર્મપ્રજ્ઞાપનાને અનુષ્ઠાન દ્વારા અંગીકાર કરીને વિહરે છે.
૧૧. તેમાં પ્રથમ અગિયાર શ્રાવકની પ્રતિમાઓમાંથી પ્રથમ શ્રાવકને ઉચિત અભિગ્રહ વિશેષરુપ પ્રથમ પ્રતિમાને સ્વીકાર કરીને વિહરે છે. તે પ્રથમ પ્રતિમાનું આ સ્વરુપ છે-શંકા વગેરે શલ્ય રહિત સમ્યગ્દર્શન યુક્ત અને બાકીના ગુણ રહિત જે પ્રાણી છે તે પ્રથમ સમ્યગ્દર્શન પ્રતિમા. નિરતિચારપણે સમ્યગ્દર્શનનું પાલન કરવું તે પ્રથમ પ્રતિમા જાણવી, છતાં અહીં ગુણ અને ગુણીનો અભેદ હોવાથી સમ્યગ્દર્શન યુક્ત પ્રાણીને પ્રથમ સમ્યગ્દર્શન પ્રતિમા કહી છે. જો કે સમ્યગ્દર્શનની પ્રતિપત્તિ (અંગીકાર) તેને પૂર્વે પણ હતી, તે પણ શંકાદિ દોષ અને
૧ આનંદ અધ્યયન ને ૫૧ ||