________________
ઉપાશકદશાંગ સાનુવાદ છે ૪૪ છે
અપસ્કિમ ઈત્યાદિ જેનાથી પશ્ચિમ-પછી બીજું નથી તે અપશ્ચિમ-સૌથી છેલ્લી, મરણ-પ્રાણ નો ત્યાગ કર, તે રુપ અન્ત તે મરણાન્ત, તે સમયે થયેલી તે મારાન્તિકી, સંલિખતે અનયા-જે વડે શરીર અને કષાયાદિ કૃશ કરાય તે સંલેખના તપવિશેષ, તેની જેષણ-સેવના, તેનું આરાધન, એટલે સૌથી છેલ્લી મરણન્તસમયે શરીર અને કષાયાદિને કૃશ કરનાર તપવિશેષની આરાધના કરવી અર્થાત્ મરણ સમયે આહારપાણી લીધા સિવાય અખંડિતપણે કાળધર્મને પ્રાપ્ત થયું તે અપશ્ચિમ-મરણાન્તિક-સંલેખના-જેષણરાધના. તેના પાંચ અતિચાર છે—ઇહલેગેત્યાદિ ૧ ઈહલેગ-મનુષ્યલોક, તેને વિશે આશંસા-અભિલાષ, તેને પ્રયોગ-પ્રવૃત્તિ, વ્યાપાર તે ઈહલકાસંસાપ્રયોગ. “હું શેઠ થાઉં, અથવા બીજા જન્મમાં પ્રધાન થાઉ” એવી ઈચ્છા કરવી. ૨ એ પ્રમાણે પરલોકાશંસાપ્રયોગ હું દેવ થાઉં
XXXXXXXXXXXXXXX
ભજનને ત્યાગ કરે અને કષાયસંલેખના-ક્રોધાદિ કષાયનો ત્યાગ કરવો, તેમાં શરીરસંખના કરવાનું કારણ આ છે જો શરીરને આહારનો ત્યાગ વડે કૃશ ન કર્યું હોય એકદમ ખિન થયેલી ધાતુઓ વડે પ્રાણીઓને આર્તધ્યાન થાય છે. તેની આ સામાચારી છે-શ્રાવક સર્વ શ્રાવકધર્મના ઉદ્યાપનને માટે હોયની શું તેમ અને સંયમ અંગીકાર કરે, તેને સાધુધર્મના અવશેષ રુપ સંલેખન છે. એ સંબધે કહ્યું છે કે “સંલેખના અંતે અવશ્ય હોતી નથી, કારણ કે કોઈ પ્રવજ્યા ગ્રહણ કરે, તેથી જે સંયમ અંગીકાર કરે તે સંયમગ્રહણ કર્યા પછી મરણ સમયે સંલેખના કરીને મરણ પામે. જે સંયમને અંગીકાર ન કરે તે આન દ શ્રાવકની પેઠે સંલેખના કરે. તેમાં તીર્થકરોના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણુના સ્થાને, તેના અભાવમાં ધરે, ઉપાશ્રયે, અરણ્યમાં, શત્રુંજયાદિ તીર્થમાં, ત્યાં પણ ભૂમિ જેઈને પ્રમાજીને જતુરહિત