________________
ચારને અભાવ સિદ્ધ થતું નથી. કારણ કે જેમ સંત-સાધુને ચોથા સંજવલનના ઉદયથી યથાખ્યાત ચારિત્રને નાશ થાય છે અને અન્ય ચારિત્ર અને સમ્યકત્વ સાતિચાર અને ઉદયવિશેષથી નિરતિચાર હોય છે. બીજા કષાયના ઉદયમાં દેશવિરતિનો નાશ થાય છે, પણ સમ્યકત્વ સાતિચાર કે નિરતિચાર અને પ્રકારનું હોય છે. પ્રથમ અનન્તાનુંબધીના ઉદયમાં સમ્યકતવનો નાશ થાય છે. એ પ્રમાણે જ છે, જે એમ ન હોય તે દેશતઃ ભંગરુપ સમ્યકતવના અતિચાર હોય ત્યારે પ્રાયશ્ચિતરૂપ તપ જ કહેલું છે અને સર્વ ભંગારુપ હોય તો મૂળ પ્રાયશ્ચિત કહેલું છે તે કેમ ઘટે? (પ્ર.)–અનન્તાનુબધી વગેરે બાર કપાયો સર્વઘાતી છે અને સંજવલન કષાય દેશઘાતી છે, તેથી સર્વઘાતીના ઉદયે મૂળથી છેદ થાય અને દેશઘાતી-સંજવલનના ઉદયમાં અતિચારો હોય છે, માટે બાર કવાયના ઉદયમાં સર્વથા ભંગ થવો જોઈએ ? (ઉ.)-સત્ય છે, પરંતુ જે બાર કષાયોનું સર્વઘાતીપણું છે તે સર્વવિરતિની અપેક્ષાએ જ શતકચૂર્ણિકારે કહ્યું છે, પરંતુ સમ્યકત્વાદિની અપેક્ષાએ નથી. તે પ્રમાણે તેમનું વાક્ય છે-“ભગવખણીયં પંચમહવયમઈયં અટ્ટારસીલિંગસહરસકલિયું ચારિત્ત ઘાએતિત્તિ સવઘાઈ ત્તિ–ભગવંતે કહેલ પાંચ મહાવ્રતમય અને અઢાર હજાર શીલાંગ વડે યુક્ત ચારિત્રને ઘાત કરે છે માટે સર્વઘાતી કહેવાય છે. વળી ‘જારિસઓ” ઈત્યાદિ ગાથાના સામર્થ્યથી અતિચાર અને ભંગ દેશવિરતિ અને સમ્યકત્વની જાણવા.
લિય ચારની અપેક્ષાએ થાનું સાહસ
૧ શ્રાવક આવશ્યક યોગ-સંયમ વ્યાપારનું પાલન કરવાને અશક્ત હોય ત્યારે અથવા મૃત્યુસમય પ્રાપ્ત થયો હોય ત્યારે સંલેખના કરે છે. જે વડે શરીર અને કષાયાદિ કૃશ કરાય તે સંલેખન. તેમાં શરીરસંલેખન-અનુક્રમે
૧ આનt * અધ્યયન
T ૪૩ |