________________
ઉપાશકદશાંગ સાનુવાદ. છે. ૪ર છે
સારુ” એવી ઈચ્છા કરવી. ૪ મરણશંસાપ્રયોગ-હું શીધ્ર મરણ પામું તે ઠીક એ પ્રમાણે મરણની ઈચ્છા કરવી ૫ કામગાશંસાપ્રગ-કામગની ઈચ્છા કરવી.
યયનો ત્યાગ કરતાં પ્રવૃત્તિ
નિશ્ચિત નથી. એ સંબધે પૂજ્ય જિનભદ્રગણુ ક્ષમાશ્રમણ કહે છે- “પંચ પંચાઈચારા ઉ સુત્તમિ જે પૉંસિયા ! તે નાવહારશુટ્ટાએ કિંતુ તે ઉવલખણું” !! સૂત્રમાં જે પાંચ પાંચ અતિચાર બતાવ્યા છે તે તેટલાજ છે એવો નિયમ નથી, પરંતુ બીજ અતિચારેનું ઉપલક્ષણ છે. અહીં આ ભાવાર્થ છે-જે વ્રતને વિશે અનાગરિ વડે, અતિક્રમાદિ ત્રણ પદ વડે કે પોતાની બુદ્ધિકર૫નાથી વતના વિષયનો ત્યાગ કરતાં પ્રવૃત્તિ થાય તે અતિચાર અને તેથી વિપરીતપણમાં ભંગ જાણુ. એ પ્રમાણે સંકીર્ણ-એકમેક થયેલા-ઉભયાર્થક અતિચાર પદનો અર્થ સમજવો.
(પ્ર.)- સર્વવિરતિમાં અતિચાર સંભવે છે અને દેશવિરતિમાં તે વ્રતને ભંગ જ થાય છે. એ સંબધે કહ્યું છે કે- “સવિ ય અઈયારા સંજલ લૂણું તુ ઉદય હંતિ ! મૂલછેજર્જ પણ હોઈ બારસહ કસાયાણું ” બધા અતિચારો સંજવલન કષાયના ઉદયથી હોય છે, અને વાર કષાયના ઉદયથી તે ઘતને મૂળથી છેદ-ભંગ થાય છે.
(ઉ.)- આ ગાથા સર્વ વિરતિને વિશે જ અતિચાર અને ભંગ જણાવવા માટે છે, પરતું દેશવિરતિના ભંગ બતાવવા માટે નથી. કારણ કે તેની વૃત્તિમાં તેવા પ્રકારની વ્યાખ્યા કરી છે. સંજ્વલનના ઉદયવિશેષથી સર્વ વિરતિવિશેષના અતિચારો હોય છે, પણ મૂળથી છેદ-ભંગ થતો નથી. પ્રત્યાખ્યાનાવરણાદિના ઉદયમાં પાછળના કમથી સર્વ વિરતિ વગેરેને મૂળથી છેદ થાય છે એવી વ્યાખ્યા કરવામાં આવે તો પણ દેશવિરતિ વગેરેમાં અતિ
એ પ્રમાણે સરકા
"મ
#######
#
#