________________
उपासक दशांग सानुवाद
Isો.
ગૌતમ ઈદ્રભૂતિનું લાંબુ આયુષ નહિ હોવાને લીધે સંઘની વ્યવસ્થાનું કામ સુધમાં હવામીને સેપ્યું. સુધર્મા સ્વામીને ૯૨ વરસની ઉંમરે કેવળજ્ઞાન થયું એટલે તેમણે સંઘની વ્યવસ્થાનું કામ પોતાના શિષ્ય જંબૂવામીને સંપ્યું. તેઓ કેવળજ્ઞાની તરીકે આઠ વરસ જીવ્યા અને સો વરસની ઉંમરે ઈ. સ. પૂર્વે ૫૦૭ માં ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૦ મા વરસે નિર્વાણ પામ્યા.
આ સૂત્રની ઉપર નવાંગીટીકાકાર અભયદેવસૂરિએ ટીકા કરી છે. તેમના ગુરુ વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વર સૂરિ હતા. તેમણે ધારાનગરીમાં ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપી અને તેમનું નામ અભયદેવ રાખ્યું. યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાન સૂરિના આદેશથી વિ. સં. ૧૦૮૮ માં તેમને આચાર્ય પદે સ્થાપન કર્યા.
વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી પહેલા બે અંગેની ટીકા શીલાચાયૅ બનાવેલી હતી તે સિવાય બાકીના નવ અંગેના પાઠ ફૂટ થઈ ગયા હતા તેની ટીકાઓ રચી. તે સિવાય તેમણે પંચાશક વગેરે ગ્રન્થોની પણ ટીકાઓ રચી છે અને દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ તે ટીકાને સંશોધિત કરી છે. તેઓ પાટણમાં કર્ણના રાજ્યકાળમાં વિ. સં. ૧૧૩૫ માં સ્વર્ગે ગયા.
૧ ઉપાશક દશાંગસૂત્ર સૂત્ર-૧, પૃષ્ઠ -૨. ૨ આ સુધર્માસ્વામી સંબધી હકીકત “મહાવીરસ્વામીને સંયમધમ' ના ઉદઘાતમાંથી લીધી છે.
PARTISAURUSACHICHIRISIRIK