________________
उपासक दशांग सानुवाद
સંપાદકીય નિવેદન પરમોમાં શ્રી મહાવીર પ્રભુને પરમ ઉપાસકોમાં આનન્દાદિ દશ શ્રાવકો શ્રેષ્ઠ ગણાય છે. જેમની પ્રશંસા પ્રભુએ સ્વકઠે કરી છે. એ દશ શ્રાવકોના બાર વૃતાદિ અંગીકાર કરેલા જીવનચરિત્રનું સુંદર વર્ણન ૪૫ આગમમાં અગિયાર અંગસૂત્રમાં સાતમા અંગસૂત્ર “શ્રી ઉપાસકદશાસૂત્ર” માં છે. યોગાનુયોગ ક્ષેત્રસ્પર્શના તથા ભવિતવ્યતાના યોગે વિ. સં. ૨૦૩૭ નું મારૂ ચાતુર્માસ શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ-પ્રાર્થના સમાજ-મુંબઈ શ્રીસંઘના ઉપક્રમે થયું. દેશવિરતિધર સાચા શ્રાવક કેવી રીતે બનાય? શ્રાવકનું જીવન કેવું હોવું જોઈએ ? શ્રાવક કેવા વ્રતધારી અને કેવા ત્યાગી હોવા જોઈએ? એવા હેતુથી “શ્રી ઉપાસકદશા સૂત્ર” આગમનું ચાતુર્માસિક વ્યાખ્યાનાવસરે સૂત્રવાંચનાર્થે વાંચન થયું. આનન્દ-કામદેવ જેવા શ્રી મહાવીર પ્રભુના પરમ ઉપાસકોનું ત્યાગી-તપસ્વી અને વ્રતધારી જીવન વાંચનશ્રવણ કરવાનો યોગ મળ્યો. દેશવિરતિધર્મનું સ્વરૂપ, બાર વ્રતનું સ્વરૂપ, એમ શ્રાવકજીવનનું સ્વરૂપ સમજાયું. શ્રીસંઘમાં ખૂબ રસ અને આનન્દ આવ્યા. અને ઘણુ આમાઓએ બાર વત ઉચરી શ્રાવકપણું અંગીકાર કર્યું.
આ મહાન આગમના પુનઃમુદ્રણને ઉપદેશ આપતા વ્યાખ્યાનાવસરે શ્રીસંઘમાંથી ભાગ્યશાળીઓએ નકલી નોંધાવી તેમજ જ્ઞાનખાતામાંથી સહકાર મળ્યો અને આ ગ્રન્થ પ્રસિદ્ધ થવા પામ્યા. પંડિત ભગવાનદાસ હર્ષચન્દ્ર શાહે શ્રી ઉપાસકદશાંગ મૂળ તથા ટીકાની એક પ્રત તેમજ મૂળ અને મૂળ તથા ટીકાના ગુજરાતી અનુવાદની બીજી પ્રત જે અલગ અલગ છપાવેલી તે બન્ને પ્રતનું સંયોજન કરી આ કાર્યનું સંપાદન કર્યું છે. એટલે પ્રથમ મૂળ તથા અભયદેવસૂરિની ટીકા છાપી છે. અને પાછળ મૂળ અને ટીકાનું ગુજરાતી ભાષાંતર છાપ્યું છે. જેથી સર્વેને ઉપયોગી થાય. શ્રી આમાનન્દ જન સભા–ભાવનગર તરફથી ૪થી ૫ દાયકા પૂર્વે જે આ કાર્ય બે પ્રતમાં થયું હતું તેનું સંયોજન કરી એક પ્રતમાં સાથે સંપાદન કર્યું છે. આ કાર્યમાં કોઈ ક્ષતિ કે ત્રટિ રહેવા પામી હોય તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમાયાચના સાથે મિચ્છામિ દુક્કડ'...
–મુનિ અરુણુવિજય
//ફા.