________________
उपासक
दशांग
सानुवाद
॥૪॥
એ પ્રમાણે મહાવીરના દસ શ્રાવકોના સક્ષિપ્ત પરિચય આપેલા છે. તે બધા શ્રાવકો ભગવાન મહાવીરના ઉપદેશ સાંભળી તેને વિશે રુચિવાળા થાય છે અને સત્ય ધર્મની શ્રદ્ધા થતાં તેનું વલણુ સયમ તરફ થાય છે, પરન્તુ તેઓને પોતાની શક્તિ અને અશક્તિના પૂરા ખ્યાલ હાવાથી એકદમ સસંગના ત્યાગ કરી શકતા નથી, પરન્તુ અણુવ્રતો ગ્રહણ કરી અને ભાગ્ય વસ્તુઓનુ` પરિમાણુ કરી સંયમ ધર્મની શરુઆત કરે છે. અહીં' જે સંયમધમ બતાવવામાં આવ્યા છે તે મનુષ્યાની વધતી જતી ભાગતૃષ્ણાની વૃત્તિ રોકવા માટે છે. જ્યારે ભાગતૃષ્ણાની વૃત્તિ પ્રબળ થાય છે ત્યારે તે સમાજ અને દેશને ભયકર થાય છે, અને તે આત્માનુ' શ્રેય સાધી શકતા નથી, તેથી જ્ઞાની પુરુષાએ તે વૃત્તિને અ'કુશમાં લાવવા અથવા નિર્મૂળ કરવા માટે સયમના માર્ગ બતાવ્યા છે અને જે મનુષ્ય એકદમ દુષ્કર સયમધર્મ ન સાધી શકે તેને માટે તેઓએ આનન્દાદિ શ્રાવકોના ચારિત્ર દ્વારા ધીમેથી શરૂઆત કરી તે ધર્માંમાં આગળ વધવાના માર્ગ બતાવી લાકકલ્યાણ સાધ્યુ છે.
પ્રસ્તુત ગ્રન્થના રચયિતા ભગવાન્ મહાવીરના શિષ્ય સુધર્મા સ્વામી કહેવાય છે. કારણ કે ધ્રૂસ્વામીના પ્રશ્નના ઉત્તરરૂપે સુધર્માસ્વામી બાર અંગેા કહે છે. આ આગમના ઉપેાઘાતમાં જ ભૂસ્વામી પ્રશ્ન કરે છે કે નિર્વાણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરે છઠ્ઠા જ્ઞાતાધર્મકથાના આ અર્થ કહ્યો છે તેા સાતમા ઉપાસકદશાંગને શો અથ કહ્યો છે ? આ સુધર્મા સ્વામી કહે છે કે “ શ્રમણ ભગવાન મહાવીરે ઉપાસકદશાના દશ અધ્યયના કહ્યા છે” ઈત્યાદિ. રસુધર્માસ્વામીના જન્મ ઈ. સ. પૂર્વે ૬૦૭માં નાલંદાની પાસે આવેલા કલાકમાં થયા હતા. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભદ્રિલા હતું. એકવાર અપાપા નગરીમાં સેામિલ નામના બ્રાહ્મણે યજ્ઞ કર્યા અને તે નિમિત્તે ગૌતમ ઈન્દ્રભૂતિ અને સુધર્મા વગેરે વેદપારંગત અગિયાર બ્રાહ્મણા આવ્યા અને તેને પ્રતિબંધ કરી દીક્ષા આપી.
॥શ્॥