________________
उपासक दांग सानुवाद
| I?
ઠોકર ખાતી અને પિતાના કેશ છૂટા મૂકી પોતાના ઉત્તરીય વસ્ત્રને શરીર ઉપરથી ખસેડતી મહાશતક પાસે આવીને મેહ અને ઉમાદજનક શુગારરિક સ્ત્રીભાવને પ્રદર્શિત કરતી ભેગની પ્રાર્થના કરવા લાગી, પરંતુ મહાશતકે તેને આદર ન કર્યો અને તે પાછી ગઈ. ત્યારબાદ મહાશતકે શ્રાવકની અગિયાર પ્રતિમાઓ સંપૂર્ણ કરી અને છેવટે મારણાન્તિક સંલેખના કરી. શુભ પરિણામ વડે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પછી અન્ય દિવસે ઉન્મત્ત થયેલી રેવતી પૌષધશાલામાં
જ્યાં મહાશતક શ્રમણોપાસક છે ત્યાં આવી શૃંગારિક ચેષ્ટા કરતી મહાશતકની પાસે ભેગની પ્રાર્થના કરવા લાગી. ત્યારે મહાશતકે તેને આદર કર્યો નહિ અને તેની વાતમાં જરા પણ લક્ષ આપ્યું નહિ. એ પ્રમાણે રેવતી એ બે વાર અને ત્રણ વાર પણ ભેગની પ્રાર્થના કરી. તેથી મહાશતક ગુસ્સે થયો અને તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી રેવતીને કહ્યું–અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર રેવતી ! તું સાત દિવસની અંદર અલસક વ્યાધિથી મૃત્યુ પામી રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થઈશ.
આ વાત જાણી ભગવાન મહાવીરે ગૌતમને મહાશતક પાસે મોક્લી કહેવરાવ્યું કે મારાન્તિક સંલેખનાને પ્રાપ્ત થયેલા શ્રમણોપાસકે સત્ય હોવા છતાં અપ્રિય કથન વડે કોઈને કહેવું યોગ્ય નથી. તે તારી પત્નીને અપ્રિય વચન કહ્યું છે. તે તું આ પાપસ્થાનકની આલોચના કર. મહાશતકે શ્રમણ ભગવંત મહાવીરનું વચન વિનયપૂર્વક તહ” ત્તિ કહી સ્વીકાર કર્યો અને તે આલોચના અને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયો.
-નવમા અધ્યયનમાં નંદિનીપિતાએ પણ આનંદની પેઠે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને મહાવીરે કહેલ ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારી રહેવા લાગ્યો અને તે મરણઃસંલેખના સ્વીકારી કાલધર્મ પામી સ્વર્ગે ગયે. સાવિહીપિતાનું વૃત્તાન્ત પણ એમજ જાણવું.
I?રૂા.