________________
उपासक दशांग सानुवाद
|૧૨.
તે શ્રમણોપાસક થયો તથા વાછવાદિ તત્વને જ્ઞાતા છે. તે પછી ગોશાલકે આ વાત જાણી એટલે તે તેને નિર્ચ દષ્ટિનો ત્યાગ કરાવી આજીવિક મતમાં સ્થિર કરવા સાલપુત્રની પાસે આવ્યો, પરંતુ સદાલપુત્રે તેને આદર કર્યો નહિ અને ચૂપ રહ્યો. ત્યારબાદ ગોશાલકે અડી મહામાહણ (મહાબ્રાહ્મણ-જ્ઞાનને ધારણ કરનારા) મહાપ, મહાસાર્યવાહ, મહાનિર્યામક આવ્યા હતા ઈત્યાદિ કહી મહાવીર ભગવતની સ્તુતિ કરી એટલે તેમને રહેવા માટે પોતાની શાળામાં સ્થાન આપ્યું. તે પછી ગોશાલકે ઘણું સમજાવવા છતાં જ્યારે તે નિર્ચન્ય પ્રવચનથી ચલાયમાન ન થયો ત્યારે તે ગોશાલક ખિન્ન થઈ પિલાસપુરથી નીકળી ગયા.
અહી પણ એકવાર મધ્ય રાત્રે સદાલપુત્રની પાસે એક દેવ પ્રગટ થયો અને તેણે તેના બધા પુત્રોને મારી નાંખ્યા છતાં પણ સદ્દાલપુત્ર ડગે નહિ, તેથી તેની સ્ત્રીને મારી નાંખવાની ધમકી આપી અને તેથી તે દેવને પકડવા દોડયો | પરન્તુ વ્રતમાં દૂષણ લાગ્યું એમ જણાતાં તે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયો.
૮-આઠમાં અધ્યયનમાં મહાશતક સંબધી હકીકત છે. મહાશતકને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેમાં રેવતીએ પિતાની બાર સપત્નીઓને અગ્નિ પ્રગથી, શસ્ત્રપ્રયોગથી અને વિષપ્રયોગથી મારી નાંખી. તે માંસ અને મધમાં ઘણું લાલુપ હતી. એક વખતે રાજગૃહ નગરમાં અમારીષ થયો. ત્યારે તેણે પોતાના પિયેરથી કેટલાક માણસને બોલાવીને | કહ્યું કે તમારે હંમેશાં બે વાછડાઓ મારી અહી આપી જવા, એ રીતે હમેશાં વાછડાનું માંસ ખાતી અને મદીરાપાન કરતી રહેવા લાગી.
એકવાર મહાશતક શ્રમણે પાસક પૈષધશાલામાં ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી રહેવા લાગ્યા, ત્યારે ઉન્મત્ત થયેલી રેવતી