SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસકદશાંગ સાનુવાદ I૧૦ || કરું છું. તેના પછી એદનવિધિનું પરિમાણ કરે છે. એક કલમશાલિના ઓદન સિવાય બાકીના દનવિધિને ત્યાગ કરું છું. ત્યાર પછી સૂપવિધિ-દાળનું પરિમાણ કરે છે. કલાય-વટાણાને સૂપ, મગને સૂપ અને અડદના સૂપ સિવાય બાકીના બધા સૂપવિધિ-દાલને ત્યાગ કરું છું. ત્યાર બાદ ધૂતવિધિનું પરિમાણ કરે છે. એક શરદ ઋતુના ગાયના ધૃતમંડ ભીંજાયેલા શરીરના જળને લુંછવાના વમનું પરિમાણ કરે છે. એક ગંધકાસાઈએ કષાય. લાલ રંગ વડે રંગાયેલી શાટિકાવસ્ત્ર કાષાયી કહેવાય છે “ગપ્રધાને કાષાયી” જેમાં સુગંધ પ્રધાન છે એવું રાતું વસ્ત્ર તે ગધકાષાયી કહેવાય છે. તે સિવાય બીજા ઉ૯લણિયા-અંગુછાને ત્યાગ કરે છે. “દતવણ’ત્તિ દન્તાઃ પૂયતે અનેન-દાંત સ્વચ્છ કરાય જે વડે તે દન્તપવન-દાંતના મેલને દૂર કરનાર કાષ્ઠ–દાતણ, તેના પરિમાણમાં અલીમહુએણે આદ્ર–લીલા “યષ્ટિમધુ” જેઠીમધના દાતણ સિવાય બીજ દાતણને ત્યાગ કરે છે. ફળ વિધિના પરિમાણમાં “ખીરામલએણ” જેમાં ઠળીયે બંધાયો નથી એવા અથવા ક્ષીર-દૂધની પેઠે મધુર રસવાળા આમલક–આમળા સિવાય બીજા ફળને ત્યાગ કરે છે. “સયપાગસહસસપાગેહિ સે ઓષધી દ્રવ્યના સો કવાથ વડે જે પકાવાય તે અથવા સે કાર્લાપણના મૂયવડે જે પકાવાય તે શતપાક, એ પ્રમાણે સહસ્ત્રપાક તલ પણ જાણવું. તે સિવાય બીજા તેલના અત્યંગ વિધિનું પ્રત્યાખ્યાન કરે છે. ઉદ્વર્તનવિધિના પરિમાણમાં “ગંધક્ એણું” ગધઉપલ, કુષ્ટ વગેરે સુગંધી દ્રવ્યોના અક–ચૂર્ણ અથવા ઘઉના લેટના સુગધી ચૂર્ણ સિવાય બીજા ઉદ્વર્તનનું પ્રત્યાખ્યાન કરે છે. “ઉએિહિં ઉદગમ્સ ઘડએહિં” ઉષ્ટ્રિકા–ટું માટીનું પાણી ભરવાનું વાસણ, તેને ભરવામાં પ્રયોજન જેનું છે એવા, ઉચિત પ્રમાણુવાળા અત્યન્ત નાના નહિ તેમ મોટા નહિ
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy