________________
૧ આનંદાધ્યયન હે ભગવન્! જે નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવંત મહાવીરે ઉપાસકદશા નામે સાતમાં અંગના દશ અધ્યયન કહેલાં છે તે હે ભગવન મોક્ષને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવંત મહાવીરે પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે?
હે જમ્મુ ! એ પ્રમાણે તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. અહીં તેનું વર્ણન જાણવું, તે વાણિજ્યગ્રામ નામે નગરની બહાર ઈશાન ખૂણામાં પ્રતિપલાશ નામે પીત્ય હતું. તે વાણિજ્ય ગ્રામમાં જિતશત્રુ નામ રાજા હતા. અહીં તેનું વર્ણન જાણવું, તે વાણિજ્ય ગ્રામમાં આનન્દ નામે ગૃહપતિ રહે છે. તે આઢય-ધનવાન અને બીજા કોઈ થી પરાભવ નહિ પામે તે સમર્થ છે. તે આનદ ગૃહપતિને ચાર હિરણ્યકેટિ નિધાનમાં, ચાર હિરણ્યકેટી વૃદ્ધિ–દયાજમાં અને ચાર હિરણ્યકોટી ધન ધાન્યાદિના વિસ્તારના કાર્યમાં રોકાયેલી છે. વળી તેને દસ હજાર ગાયનું એક વ્રજ એવા ચાર વો છે. તે આનદ ગૃહપતિ ઘણુ રાજા, યુવરાજ વગેરે યાવતુ સાર્થવાહોને ઘણુ કાર્યમાં, કારણમાં, મન્ત્ર-વિચારોમાં તથા કુટુમાં ગુહ્યો, રહસ્ય, નિશ્ચય, અને વ્યવહારોમાં પૂછવા ચગ્ય, સલાહ લેવા ચોગ્ય હતા. પોતાના કુટુમ્બને પણ મુખ્ય, પ્રમાણભૂત, આધાર, અવલંબન, ચક્ષુરુપ, પ્રધાનમૂત યાવત્ બધા કાર્યોને વધારનાર હતું. તે આનન્દ ગૃહપતિને શિવનન્દા નામે ભાર્યા હતી. પરિપૂર્ણ અંગવાળી, યાવત્ સુંદરરૂપવાળી આનન્દ કહેવાય છે. “ગાહાવઈ ગૃહપતિ અમુક ઋદ્ધિવાળા ગૃહસ્થ છે અને કુંડ કોલિક એ “ગૃહપતિકુડકેલિક” એ આખા નામને અંત ભાગ છે.
૧ આનંદ * અધ્યયન || ૩ |