________________
ઉપાશકદશાંગ સાનુવાદ |
ગૃહપતિને પ્રિય અને આનન્દ ગૃહપતિની સાથે અનુરક્ત અને અવિરક્ત થયેલી તે ઈષ્ટ શબ્દાદિ મનુષ્ય સંબંધી કામ અને ભેગોને અનુભવ કરતી વિહરે છે. તે વાણિજ્ય ગ્રામની બહાર ઈશાન ખૂણામાં કેટલાક નામે સંનિવેશ હતો. તે સમૃદ્ધિવાલે નિરુપદ્રવ યાવતું મનને પ્રસન્ન કરનાર હતું. તે કેટલાક સંનિવેશમાં આનન્દ ગૃહપતિના ઘણુ મિત્ર, જ્ઞાતિ, નિજ સ્વકીય વજન સંબન્ધી અને પરિવાર વસે છે. તે ધનિક અને સમર્થ છે.
તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સમેસર્યા. પરિષદુ વાંચીને પાછી ગઈ. કેણિક રાજાની પેઠે જિતશત્રુ રાજા વંદન કરવાને નીકળે છે. નીકળીને યાવત પર્ચપાસના કરે છે. ત્યાર બાદ આનન્દ ગૃહપતિ મહાવીરસ્વામી આવ્યાની આ વાત જાણીને “આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર વિહરે છે, તે અરિહંત ભગવંતેનું નામશ્રવણ પણ મહા ફલવાળું છે, તે વંદન નમરકાર વગેરેનું કરવું મહાફલવાળું હોય તેમાં શું કહેવું? માટે હું જાઉં અને યાવત્ તેમની પર્ય પાસના કરું એ વિચાર કરે છે, વિચાર કરી શુદ્ધ અને બહાર જવા લાયક વચ્ચે ધારણ કરી અ૫ અને મહામૂલ્ય અલંકારો વડે અલંકૃત શરીરવાળે થઈ પોતાના ઘરથી બહાર નીકળે છે, નીકળીને ધારણ કરાતા કેરંટ પુષ્પની માલા યુક્ત છત્ર વડે મનુષ્ય રૂપી વાગરા (જાલ)થી વીંટાયેલે પગે ચાલીને વાણિજ્યગ્રામ નગરના મધ્ય ભાગમાં થઈને નીકળે છે અને જ્યાં દૂતિ પલાશ રીત્ય છે અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં
૩ “પવિથરપઉત્તાઓ' પ્રવિતર-ધન, ધાન્ય, દ્વિપદ–દાસ દાસી વગેરે, ચતુષ્પદ ગાયો વગેરે સંપત્તિને વિસ્તાર, જ-ગેકુળ, “દશગસાહસિકે” દશહજાર ગાયનું એક ગોકુળ જાણવું.