________________
उपासक दशांग सानुवाद
- -
૩-ત્રીજા અધ્યયનમાં પણ દેવ ચલનીપિતાને વતથી ચલાયમાન કરવા આવે છે અને તેના પુત્રોને મારી તેનું ભડથું કરી કડાઈમાં પકાવી તેના શરીર ઉપર માંસ અને રુધિર છાંટવાની ધમકી આપે છે અને તેમ કરે છે, છતાં પણ તે વ્રતથી ચલિત થતો નથી, ત્યારે તેની માતાને મારી નાંખવાની ધમકી આપે છે, પરંતુ તેથી તે વતથી ચલિત થઈ દેવને પકડવા દોડે છે. દેવ આકાશમાં ઉડી જાય છે અને તેને કોલાહલ સાંભળી તેની માતા જાગી ઉઠે છે અને પિતે વ્રતથી ચલિત થવાની ભૂલ સમજાતાં પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે.
૪–ચોથા અધ્યયનમાં શ્રમણોપાસક સુરાદેવ પાસે દેવ પ્રકટ થાય છે અને તે તેના પુત્રોને મારવા છતાં ચલાયમાન થત નથી પણ જ્યારે તેના શરીરમાં સેળ રોગ મૂકવાની ધમકી આપે છે ત્યારે તે ચલાયમાન થાય છે અને તે પણ દેવને પકડવા દોડે છે. છેવટે પોતે વ્રતથી ચલિત થવાની ભૂલ સમજાતાં પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે.
પ-પાંચમા અધ્યયનમાં ચુલશતકનું વૃત્તાંત પણ સુરાદેવની પેઠેજ સમજવાનું છે.
૬-છ અધ્યયનમાં કુંડલિક શ્રમણોપાસક અશોક વનમાં જઈ ત્યાં પૃથિવીશિલાપટ્ટ ઉપર પોતાની નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર મૂકી મહાવીરે કહેલી ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારી રહે છે. ત્યાં તેની પાસે એક દેવ પ્રકટ થઈ તેની નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર લઈને કહે છે–ચુક્ષશતક! “ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે તેના મતે સર્વ ભા નિયત છે, મહાવીરને ધર્મપ્રજ્ઞપ્તિ ખરાબ છે, કારણ કે તેના મતે સર્વ ભાવ અનિયત છે. તે પછી કુંડલિક તે દેવને પ્રશ્ન કરે છે કે તે આ દિવ્ય દેવદ્ધિ શાથી પ્રાપ્ત કરી છે–ઉત્થાનથી–પુરુષાર્થથી કે અનુત્થાનથી–અપુરૂષાર્થથી ? જે અનુત્થાન વડે પ્રાપ્ત કરી હોય તે બધા દેવો કેમ થતા નથી ? જે તે ઉત્થાનથી–પુરુષાર્થ થી પ્રાપ્ત કરી છે તે પછી ગોશાલકની ધર્મ પ્રજ્ઞપ્તિ કે
- -