________________
उपासक दशंग सानुवाद
કરવાની હોય છે ? ગૌતમસ્વામી એ “ના” કહી એટલે આનંદે કહ્યું કે જો એમ હોય તે આપ જ આ બાબતની આલેચના કરી. તેથી ગૌતમ શકિત થયા અને શ્રમણ ભગવાન્ મહાવીરના પાસે જઈ બધી વાત કહી અને પૂછયું કે ભગવદ્ ! એ સ્થાનની આલોચના શ્રમ પાસક આનંદે કરવી જોઈએ કે મારે કરવી જોઈએ ? ભગવંતે કહ્યું કે ગૌતમ ! એ સ્થાનની તું આલેચના કરી અને આ બાબત આનંદની ક્ષમા માંગ. ગૌતમ સ્વામી આનન્દની પાસે ગયા અને તેની ક્ષમા માગી. આ પ્રસંગ ઘણું મહત્વ છે. ગૌતમસ્વામી જેવા ચતુર્તાનીને પણ આનન્દ બેધડક વિનયથી કહે છે કે શું જિનવચનમાં સય વસ્તુની આલોચના કરવાની હોય છે? ગૌતમ સ્વામી ના પાડે છે એટલે આનંદ કહે છે કે તે આપને જ આલોચના કરવી જોઈએ, ભગવાન ગૌતમ પણ પોતાની ભૂલ સમજાતાં પોતાનાથી ઉતરતી કોટીના આનંદ શ્રમણોપાસકની પાસે જઈ મિથ્યાદુષ્કત આપે છે.
૨–બીજા અધ્યયનમાં મધ્યરાત્રીએ પવધશાલામાં કામદેવ શ્રાવકની પાસે એક માયી મિથ્યાષ્ટિ દેવ ભયંકર પિશાચનું રુપ વિકુવી હાથમાં તલવાર લઈને પ્રગટ થાય છે, અને તેને વ્રત વગેરેનો ત્યાગ નહિ કરે તે તલવાર વડે શિર છે કરવાની ધમકી આપે છે અને તલવાર વડે તેના ટુકડા કરે છે, તો પણ તે વ્રતથી ચલાયમાન થતો નથી. ત્યાર બાદ તે હાથી અને સર્પનું રૂપ વિકુવી ઉપસર્ગો કરે છે, છતાં પણ તે ચલિત થતો નથી. દેવ પિતાનું દીવ્ય સ્વરૂપે પ્રગટ કરી કામદેવ શ્રાવકને ધન્યવા આપે છે અને પોતાને અપરાધ ખમાવે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રાવક ભગવાન મહાવીરની પાસે વંદન કરવા જાય છે અને વંદન કરી પચું પાસના કરે છે. તે પછી ભગવાન્ મહાવીર કામદેવને ઉદ્દેશી તેને રાત્રિએ ઉપસર્ગ થયાની વાત કરે છે અને બધા સાધુઓ અને સાધ્વીઓને બોલાવી કામદેવની દઢતાના વખાણ કરી તેના જીવન ઉપરથી બેધ લેવાનું સૂચવે છે અને બધા નિર્ય અને નિર્ચથીઓ ભગવાન મહાવીરની એ વાતને વિનય વડે કબુલ કરે છે.