________________
鮮
બધી જ ક્થાઓ નાની પણ રોચક છે... પ.પૂ. ગુરુદેવશ્રી આ.શ્રી. વિજય હેમચંદ્રસૂરિ મ. ના આશીર્વાદથી જૈન કથા સંગ્રહ ભા-૧ ના પ્રકાશન બાદ અન્ય પણ છુટીછવાઈ અનેક કથાઓને સંગ્રહિત કરી સંપાદન કરવાની ભાવના છે...
પ્રસ્તુત કાર્યમાં મારા લઘુબંધુ મુનિ શ્રી અપરાજીત્ વિજયજી મ. તથા પાટણના પંડિતવર્ય ચંદ્રકાંતભાઈ તથા ખંભાતના પંડિત રાજુભાઈ સંઘવીનો સુંદર સહકાર મળેલ છે.
અંતે પુસ્તુત કથાગ્રંથના વાંચન મનન થી અનેક આત્માઓ મહાપુરુષોના અદ્ભુત આદર્શો અને આલંબનોને નજર સમક્ષ રાખી તેમના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવા દ્વારા આત્મહિત સાધે. એજ અભ્યર્થના....
લિ. મુનિ કલ્યાણબોધિ વિજયજી.મ.