________________
कथासंग्रह
પ્રકાશકીય
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ સાત ક્ષેત્ર પૈકી આગમોના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.... લગભગ ૧૫૦ થી ઉપર આગમાદિ પ્રાચિન પ્રતિઓની ૪૦૦/૪૦૦ નકલ કરી ભારતભરમાં સંઘોમાં ભેટ રૂપે મોકલી આપી છે. ને હજી આ શ્રુતોદ્ધારનું કાર્ય દેવ ગુરુની અસીમ કૃપાથી ચીલ ઝડપે ને સુંદર રીતે આગળ વધી રહ્યું છે.
આજે શ્રી કથા સંગ્રહ ભાગ-૧ ને પુન: પ્રકાશીત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે... પૂર્વના મહર્ષિઓએ જે આદર્શ મહાપુરુષોના જીવન ચરિત્રનું આલેખન કર્યું છે તે નાની નાની છુટી છવાયી ને અદ્ભુત આદર્શરૂપ કથાઓ પુન: સંપાદિત થતા એક વિશિષ્ટ સ્થા સંગ્રહ ગ્રંથ જૈન સંઘમાં પુન: પ્રકાશીત થઈ રહ્યો છે....
કથાઓના પુર્વ પ્રકાશકો પ્રત્યે આ પ્રસંગે ખૂબ જ કૃતજ્ઞતા વ્યકત કરીએ છીએ.
મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજે આ કથા સંગ્રહને સંપાદિત કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.....
અંતે આ મહાપુરુષોના કથાચરિત્રના વધુ ને વધુ વાંચનથી તેના આદર્શોને સામે રાખી અધ્યાત્મિક વિકાશની કેડીએ સૌ કોઈ આગળ વધતા રહે એજ એક અભ્યર્થના.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ચંદ્રકુમારભાઈ બી. જરીવાલા નવીનભાઈ બી. શાહ
ટ્રસ્ટીઓ
લલિતભાઈ આર. કોઠારી પુંડરીકભાઈ એ. શા.......