________________
પ્રકાશક તરફનું નિવેદન.
આ પ્રશમરતિ ગ્રંથ પ્રથમ સં. ૧૯૬૬ માં ટકા અને અવચુરિ સાથે અમારી સભા તરફથી જ પ્રગટ થયેલ છે. તેજ I વર્ષમાં તેનું મૂળ અને ગુજરાતી ભાષાંતર વિવેચન સાથે શ્રી મેસાણા જૈન શ્રેયકર મંડળ તરફથી પ્રગટ થયેલ છે. તે ગ્રંથનું !
મૂળમાત્ર સં. ૧૯૬૦ માં વકીલ કેશવલાલ પ્રેમચદે છપાવેલ છે. અમે ટીકાની સાથે વિવરણ પશુ સંસ્કૃત આપેલું છે જેનું બીજું નામ અવચુરિ છે અને તે સં. ૧૧૮૫ માં શ્રી હરિભદ્રસૂરિએ રચેલ છે, તે હરિભદ્રસૂરિ બીજા સંભવે છે. ટીકાકા૨નું નામ ઉપલબ્ધ નથી. આ ગ્રંથ ઉપર બીજી પણ ટીકાઓ હોવી સંભવે છે પણ તે કેનીકેની કરેલી છે તે કહેવાનું સાધન નથી. આ પ્રયાસ તે પ્રથમ શ્રી જૈન ધર્મ પ્રકાશમાં પુ. ૨૬ માં એક અંકમાં, પુ. ૨૮ માં બે અંકમાં, પુ. ૨૯ માં એક અંકમાં, પુ. ૩ર માં આઠ અંકમાં ને પુ. ૩૩ માં સાત અંકમાં-કુલ ૧૯ અંકમાં મૂળ શાસ્ત્રી ને અર્થ-વિવરણ સગુણાનુરાગી મુનિ કપૂરવિજયજીના લખેલા ગુજરાતી ટાઈપથી છપાયેલ છે તેનું જ અનુકરણ છે. તે સહુ અત્યાર્થી સાધુસાધ્વીઓને વ્યાખ્યાન પ્રસંગે તેમજ સ્વાધ્યાય કરવાને પ્રસંગે ઉપયોગી થાય તેસ્લા માટે શાસ્ત્રી ટાઈપથી અને પ્રતાકારે છપાવેલ છે.
આ ગ્રંથ છપાવવામાં આર્થિક સહાય સગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી મહારાજના ઉપદેશથી સંઘવી નેણુશીભાઈએ પિતાના પિતાશ્રી પુલચંદભાઈ કે જેઓ શ્રાવકની કટિમાં ઉંચી પંકિતએ ગાવા ગ્ય થઈ ગયા છે તેમના નામસ્મરણાર્થે અને શ્રેયાર્થે તેમના વારસ તરફથી કરી છે.
For Personal Private Use Only