SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેન્દ્ર प्रशमरति આ ગ્રંથના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચક દશપૂર્વધર અને ૫૦૦ ગ્રંથ (પ્રકરણ) ના પ્રણેતા છે. જેમના કરેલા ગ્રંથમાંથી હાલ તે માત્ર તત્ત્વાર્થાધિગમસૂત્ર ( સભાખ્ય), પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, પૂજાપ્રકરણ, ક્ષેત્રવિચાર વિગેરે ઉપલબ્ધ છે. બીજા મેટી સંખ્યાના ગ્રંથના નામે પણ ઉપલબ્ધ નથી. એમના સંબંધમાં તત્ત્વાર્થસૂત્રના અનુવાદક પંડિત સુખલાલજીએ પરિચયના મથાળાનીચે ઘણુ વિસ્તારથી (પૃષ્ઠ. ૯૮ માં) ઉલ્લેખ કરેલો છે. તે ખાસ વાંચવાલાયક છે. | આ મહાપુરૂષ શ્વેતાંબર ને દિગબર અને આસ્નાયમાં સરખા માનનીય છે. એમના કરેલા તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર વેતાંબર આમ્નાયમાં શ્રી સિદ્ધસેનસૂરિએ બહુ વિસ્તારવાની વૃત્તિ રચી છે તે છપાયેલ છે. તેમજ દિગંબર આમ્નાયમાં પણ બે ત્રણ વૃત્તિઓ રચાયેલ છે. પ્રથમ દિગંબરે તેઓને ઉમાસ્વામી કહેતા હતા પરંતુ હવે તે તેઓએ પણ ઉમાસ્વાતિ નામને સ્વીકાર કર્યો છે. આ ગ્રંથકર્તા કયારે થયા? તે સંબંધમાં જુદા જુદા ઉલેખે ઉપલબ્ધ છે, પણ તે બધામાં ખાસ વિશેષ પ્રતિષ્ટાપાત્ર તેમણે પિતેજ તત્ત્વાર્થાધિગમની પ્રાંતે લખેલ ટુંક પ્રશસ્તિ છે. તેમાં તેઓશ્રી જણાવે છે તે પ્રમાણે–તેમના દીક્ષાગુરૂ અગ્યાર અંગના ધારક શ્રી શેષનદિ શ્રમણ હતા. મગુરૂ-ગુરૂના ગુરૂ વાચકમુખ્ય શીવશ્રી હતા. વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દષ્ટિએ તેમના ગુરૂ મૂલ નામક વાચકાચાર્ય અને મગુરૂ મહાવાચક સંપાદ ક્ષમણ હતા. તેઓ ગાત્રે કૈાભીષણિ હતા. સ્વાતિ પિતા ને વાલ્સી માતાના પુત્ર હતા. (માતાનું બીજું નામ ઉમા સંભવે છે, કારણ કે તેઓ માતાપિતાના નામથી જ ઉમાસ્વાતિ કહેવાયા છે. ) જેમને જન્મ ગ્રેધિકા ગામમાં થયો હતે. જેઓ ઉચ્ચનાગરી શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે વિહાર કરતાં કરતાં કુસુમપુર-પાટલીપુત્ર નામના મહાનગરમાં આવીને તસ્વાથધિગમ નામને ગ્રંથ રચેલો છે. આ ઉચ્ચનાગરી શાખા કલ્પસૂત્રમાં આપેલ સ્થવિરાવલી મુજબ મહાવીરસ્વામીથી બારમી પાટે થયેલા આર્યશાંતિ Jain Education International For Personal Private Use Only www.lainelibrary.org
SR No.600205
Book TitlePrashamrati Prakaranam
Original Sutra AuthorUmaswati, Umaswami
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy