________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન // ૭૩ ||
મઢ જીવ ઘણા પ્રકારના નવા કર્મો બાંધી જેમ અગ્નિમાં પડી ગયેલો જીવ છૂટવા માટે પ્રયત્ન કરી પાસેના અગ્નિના જ મોટા ખાડામાં પડી દુઃખી થઇ જાય તેમ અત્યંત દુઃખી દુઃખી થઈ જાય છે. સર્વ સર્વ પ્રવૃત્તિઓ સુખ માટે જ કરે છે. પરંતુ ધમ વિના સુખ મળતું જ નથી તેથી સુખને ઇચ્છનારા આત્માઓએ સવપાપવિરતિરૂપ ધમ કરવામાં પિતાની શક્તિઓ ખરચવી જોઇએ. || જેનાથી સર્વવિરતિ ધમ આચરી ન શકાય તેમણે એ સર્વવિરતિ ધર્મ સ્વીકારવાની તીવ્ર ઈચ્છા ચાલુ રાખી દેશવિરતિ ધર્મ સ્વીકારવામાં અને પાળવામાં પિતાની બધી શક્તિ ખરચવી તથા દશ પ્રકારના યતિધમની આરાધના સતત કરવામાં પોતાની બધી શક્તિ ખરચવી. ધમથી શ્રેષ્ઠ મંગલમાલા ઉત્પન્ન થાય છે, શ્રેષ્ઠ સંપત્તિ આવી મળે છે, સુખની પરંપરા ચાલુ થાય છે, ઇચ્છિતની સિદ્ધિ થાય છે, વિપુલ બુદ્ધિ મળે છે, અને જ્યાં જાય ત્યાં ધમથી સિદ્ધિ થાય છે. ધમથી માનવ અવતાર મળે છે, સુકુલમાં જન્મ થાય છે, શરીર નીરોગી તથા શક્તિવાળું મળે છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, શ્રેષ્ઠ ખેલ મળે છે, દીર્ઘ આયુષ્ય મળે છે તેમ ધમથીજ નિમળ યશ મળે છે, શ્રેષ્ઠ વિદ્યા મળે છે, અખૂટ ધન મળે છે. ધમ સંપ, અગ્નિ, શ્વાપદ, ભૂત, પ્રેત, રાક્ષસના ભયથી તેમજ બીજા પણ મહાભયથી બચાવી લે છે. સારી રીતે આરાધેલો ધમ અરિહંતાદિ પદવીઓને અને સ્વમોકાના સુખને પણ આપે છે. તેથી ધર્મના આવા બધા પ્રકારના ફળને જાણીને પિતાની સવ
Jain Education international
For Personal Private Use Only
www.aineraryong