________________
અાહિક વ્યાખ્યાન |
| છે. તેથી એ કષા પણ અંતે તે ત્યાજ્ય જ છે. ચાર કષાને જીતવા માટેનું વર્ણન કરી હવે જાપ કરવારૂપ કતવ્યને કહે છે.
સંસારથી-સર્વ દુઃખોથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ મોક્ષ માટે સદા નમસ્કાર મહામંત્રનો જાપ કરવે, પરંતુ સંસારના સુખને મેળવવા માટે એ જાપ ન કરો. સંસારસુખને માટે કરાયેલા કોઇપણ ધમકતવ્ય અત્યંત દુઃખથી ભરેલા અને દુઃખ આપી ને પીડનારા એવા સંસારની વૃદ્ધિ કરે છે અને અક્ષયસુખને આપનારા એવા મોક્ષને તે આપી શકતા નથી. માટે અક્ષયસુખને ઇચ્છનારા આત્માઓએ-મોક્ષસુખને ઈચ્છનારા આત્માઓએ મોકા માટે સદા નવકાર મહામંત્રનો જાપ કર. ત્રિકરણ એટલે મન-વચન અને કાયાની સ્થિરતાપૂર્વક એકવાર પણ સમરાયેલ નવકાર મહામંત્ર ઘણું ફલને આપનાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
એક નવકારના કાઉસ્સગ્ગથી ઓગણીશ લાખ ત્રેસઠ હજાર બસે ને અડસઠ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એથી આ નવકાર મહામંત્રને ભેજન સમયે, શયન સમયે, શયન કરીને ઊઠી ત્યારે પ્રવેશ સમયે, ભય સમયે, સંકટ સમયે વિગેરે સવ સમયે સ્મરો જોઈએ. આ નવકાર મહામંત્ર દુખેને નાશ કરે છે, સુખને ઉત્પન્ન કરી આપે છે. જસ અપાવે છે, સંસારસમુદ્રને શષી લે છે. આ લોક અને પરલોકમાં સવ સુખોનું મૂળ છે, આ નવકારમંત્રનું વારંવાર સ્મરણ
Jain Education international
For Persona
Private Use Only
ainelibrary.org