________________
પર્યુષણ માહિક વ્યાખ્યાન ૬૫ ||
કારણ છે, સવ અકાર્યોનું કરાવનાર છે તથા સર્વ પ્રકારના દુઃખને દેનારે છે. અસહ્ય દુખેથી ભરેલા સંસારમાં વારંવાર ભટકાવનારા એવા ક્રોધાદિ કષાયેના ઉપર કહ્યા પ્રમાણેના દોષોને વિચારીને મોક્ષને ઇચ્છનારા, સર્વ દુઃખથી છૂટવા ઈચ્છનારા આત્માઓએ ઉપશમ શસ્ત્રવડે ક્રોધને જીત અથવા અનાદિકાળથી શત્રુ એવા ક્રોધ ઉપર કોધ કર. મૃદુતા-વિનય શસ્ત્ર વડે માનને નાશ કરો અથવા અનાદિકાળથી શત્રુ એવા માન ઉપર માન કરીને એ માનને પિતામાં પ્રવેશ કરવા ન દે. આજવ, સરલતારૂપી શસ્ત્ર વડે માયાને જીતવી અથવા તે અનાદિની વૈરિણી એવી માયા | પ્રત્યે જ માયા રચી અને એ માયાને પોતાના આત્મામાં પ્રવેશ ન આપે અને સંતોષ શસ્ત્રવડે લોભને હણુ અથવા અનાદિના મહાશત્રુ એવા લેભને હણી નાખવાનો લોભ રાખી પોતામાં એ લેભને પ્રવેશ કરવા ન દે.
સંસારની વૃદ્ધિ કરનારા આરંભ-પરિગ્રહાદિ કર્તવ્યને માટે અને પિતાના અંગત શરીર પરિવારાદિ માટે કરાયેલા ક્રોધાદિ કષાયે અપ્રશસ્ત કહેવાય છે. એ કથા અનંતદુઃખને આપનારા છે. તથા સુદેવસુગુરુ અને સુધમની આરાધના, રક્ષા માટે અને વૃદ્ધિ કરાયેલા વિવેકપૂર્વકના જે ક્રોધાદિ કષાયો તે પ્રશસ્ત કહેવાય છે. એ પ્રશસ્ત કપાયે વિવેકપૂર્વક અનુબંધ વિનાના કરાયેલા હોય તે તે જીવોને મોક્ષની નજીક લઇ જાય છે. અંતે તે એ કષાયને પણ તજીનેજ મોક્ષે જવાય ૧૭
H૬૫TI
Jain Education
For Persona
Private Use Only
Lainelibrary.org