________________
પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન
કયારે કરીશ તથા કયારે હું સાધનહીન એવા સાધર્મિક બધુઓને સહાય આપીશ અને એમનું વાત્સલ્ય કરનાર કયારે બનીશ વળી અનુકંપાવાળા બની હું દીન-અનાથને ઉદ્ધાર ક્યારે કરીશ ? | અને હું સમ્યગણાન-દશન-ચારિત્રની આરાધના કરવામાં તત્પર ક્યારે થઈશ? તથા હું કયારે | વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહોને ગ્રહણ કરીશ? અને કયારે એ બધાનું પાલન કરીશ? વળી સર્વવિરતિ લેવામાં અસમર્થ એ હું એ સર્વવિરતિને લેવાની ભાવનાવાલો રહી પાપથી ભય પામતે છતો કયારે દેશવિરતિરૂપ બાર વ્રતનો સ્વીકાર કરી તેનું સારી રીતે પાલન કરીશ? તેમજ શ્રી સવજ્ઞ ભગવંતોએ કહેલા શાસ્ત્રોના શ્રવણ અને અધ્યયનમાં હું જ્યારે તત્પર બનીશ ? તથા પ્રતિષ્ઠા, દીક્ષા, રથયાત્રા, જલયાત્રા, તીર્થયાત્રાઓના મહોત્સવે અને સ્નાત્ર મહોત્સવ તેમજ તપસ્યાનાં ઉજમણાં, ગુરુમહારાજાઓના નગરપ્રવેશ કરાવવા વગેરે પ્રસંગે અષ્ટાહિકમહોત્સવને હું ક્યારે કરાવીશ? સકલ દુઃખના ઉન્મૂલન કરવામાં સમર્થ સાધન એવા ચારિત્રને ગ્રહણ કરવા માટે ઉધમવત થયેલા અર્થાત દીક્ષા-લેવા તૈયાર થયેલા એવા પુણ્યશાળી આત્માઓને દીક્ષા લેવામાં સહાય કરનારે હું ક્યારે થઇશ? સંસારના વસવાટને નરકમાં વસવા જે તથા કેદખાનામાં વસવા જે જાણું સંસારમાં રહેવામાં ઉદ્ગવિગ્ન અર્થાત ખેદિત થયો છતે હું જ્યારે શ્રી ગુરુદેવના હસ્તકમળથી ચારિત્રને સ્વીકાર કરીશ? કોધ, માન, માયા અને લેભને તજનાર થઈને ક્યારે હું પૂજ્ય ગુરુ
|
|
Jain Education international
For Personal Private Use Only
www.janesbrary.org