________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૬o ||
આપવામાં કારણ રૂપ છે, સંસારનો નાશ કરનાર છે. રેગેને વિદારી નાખનાર છે. કર્મોની સમ્યગનિરા કરવાના કારણરૂપ, શીવ્રતાથી વિઘને હરનાર છે. ઇન્દ્રિયનું દમન કરનાર છે. માંગલ્ય તેમજ ઈચ્છિત પ્રયોજનને આપનાર છે. દેવોનું આકર્ષણ કરી આપનાર છે. અને અભિમાનને દળી નાખનાર છે. તે કારણથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસાર તપ કરવું જોઈએ. વિવિધ પ્રકારના ફળને આપનાર વિવિધ પ્રકારનું તપ સંસારથી અને દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ સંસારની કેઈપણ જાતની ઈચ્છા રાખ્યા વિના શક્તિ પ્રમાણે કરવું જોઇએ. એ રીતે તપ કર્તવ્યને કહ્યું. હવે ભાવ નામના કતવ્યને કહે છે. દુઃખથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુમુક્ષ આત્માઓએ હમેશ જિનાજ્ઞા પ્રમાણેનો તારક એ ભાવ ભાવ જોઇએ. જી જૈનધર્મની આરાધના કર્યા વિના સંસારના અનંતદખેથી છૂટી નથી શકતા, એથી જૈનધર્મની આરાધના કરવા માટે અસમર્થ એવા આત્માઓએ નિરતર આવા પ્રકારને ભાવ ભાવ જોઈએ.
શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા દરરોજ ત્રિસંડયાએ એટલે સવારે બપોરે અને સાંજે હુ ક્યારે કરીશ, હુ શ્રીસંઘ સાથે કયારે શ્રી તારક તીર્થોની યાત્રા કરીશ? હું કયારે જિનમંદિરને બંધાવીશ? અને તે મંદિરમાં કયારે જિનપ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવીશ? હું હવે કયારે તીર્થોના ઉદ્ધાર કરાવીશ? તથા જિનમંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવીશ? અને હું શ્રી ચતુર્વિધ જૈનસંધની ભક્તિ
+ ૬૦ |.
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org