________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન I પદા
કરવી, એ શાસ્ત્રોના અભ્યાસનું પુનરાવર્તન કર્યા કરવું તથા એ શાસ્ત્રોના જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે તેમજ પિતાના આત્માને પણ ઉપદેશ આપવો એ સ્વાધ્યાય રૂપ કહેવાય. (૫) ધ્યાનતય–આતયાન અને રૌદ્રધ્યાનને તજવા પૂવક ધમ ધ્યાન અને શકલધ્યાનમાં ચિત્તની સ્થિરતા કરવી એ માનતપ કહેવાય. (૬) ઉસગરૂપ-જિનેશ્વરદેવની આશાના આરાધને માટે મન-વચન અને કાયાના મેગેને શુભ કતવ્યોમાં સ્થાન આપવું અને અશુભ કર્તવ્યથી નિવારવું, અથવા શરીર, ક્રિયા, ઉપધિ, દોષવાળા આહાર-પાણીનો ત્યાગ કર. તથા કોધ, માન, માયા, લોભ | કષાયોને તેમજ કામ, મોહ, રાગ, દ્વેષ વિગેરેને ત્યાગ કરે એ ઉભગ તપ કહેવાય.
આ પ્રમાણે છે અત્યંતર અને છ બા મળી બાર પ્રકારનું તપ સંક્ષેપથી કહ્યું. તે તપ જેમણે કહ્યું છે તેમના જ શરીરની સફળતા કહી છે, તેમનાજ સર્વ પ્રકારના દુઃખેને આપનારા કર્મો અને વિઘો ભાગી જાય છે. અર્થાત નાશ પામી જાય છે. અને તેમની પિતાની ઈચ્છાઓ સિદ્ધ થાય છે.
શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જેઓએ વિષયેથી વૈરાગ્ય પામી મોક્ષફલને આપનારા તપને કરેલ છે. તત્વવેદી એવા તેમણે જ પોતાના શરીરને સફલ બનાવેલ છે. જ્યાં સુધી જીના કિલામાં નિયમ વિના અન્ન અને પાણીનો પ્રવેશ છે ત્યાં સુધી જીવોને ઉગ્ર કર્મો છોડતા નથી. જે તપ સ્વયં તીર્થકર પરમાત્માઓએ પોતે કરેલ છે. અને એજ તીર્થકર પરમાત્માએ કહ્યું છે કે, કરેલું તપ લક્ષમીને
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org