________________
પર્યુષણ અષ્ટાક્ષિક વ્યાખ્યાન
વિષયમાં આ બધું સાંભળીને યથાશક્તિ સર્વ મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્ય પાળવું અથવા સ્વપત્ની સંતેષરૂપ શીલને પાળવું એ રીતે શીલ નામના કર્તવ્યને કહી, હવે તપ નામના કતવ્યને કહે છે.
સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળા આત્માઓએ હંમેશા શક્તિ પ્રમાણે તપ કરવું જોઈએ. ચાતુર્માસમાં વિશેષતાથી તપ કરવું જોઈએ. તે તપ બાહ્ય અને અત્યંતર ભેદોથી બાર પ્રકારનું આ કહેલ છે. તે તપના બાહ્ય છભેદ છે તે આ પ્રમાણે છે. (૧) અનશન-ત્રણ કે ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા રૂપ ઉપવાસ, આયંબીલ, નીવી, એકાસણ, બેસણ. રાત્રીવિહારપ્રતિજ્ઞા, તથા | બે ઘડી, ચાર ઘડી, છ ઘડી વગેરે સમય સુધી ચતુવિધ આહારનો ત્યાગ કરવો વિગેરે સાગરિક અનશન કહેવાય છે. તથા જાવજીવ સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે જાવજીવ અનશન કહેવાય છે. ગતિને-ભવને કહી શકે એવા જ્ઞાની ભગવતો ન હોય તેવા સમયમાં જાવજીવ અનશન (સંથારો) લેવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. તેથી આ કાળમાં જાવજીવ અનશન લેવાય નહીં. (૨) ઉનેદરી તપ-તપ કરવાની બુદ્ધિથી આયંબીલ, નીવી, એકાસણા વિગેરેમાં એક, બે, ત્રણ ચાર પાંચ વિગેરે કેળીયા ઓછું ભેજન લેવું તેને ઉનેદરી તપ કહેવાય. ૩) વૃત્તિસંક્ષેપ-ચિત્તવૃત્તિને કાબુમાં રાખવા ચતુવિધ આહારની વસ્તુઓ તથા વસ્ત્રાદિ વસ્તુઓ અને ભંગ તથા ઉપભેગની સામગ્રીને સંક્ષેપ કરે એ વૃત્તિસક્ષેપ તપ કહેવાય. (૪) રસત્યાગ-દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, કડા એ છ રસવિગઈઓને
I પલા
Jain Education
Lal
For Personal & Private Use Only
Linelibrary.org