________________
અષ્ટાહિક વ્યાખ્યાન H ૫૫ .
મૈથુનને ત્યાગ કરી દેશે તો આ વિશ્વની શી ગતિ થશે. સમગ્ર સંસારના નાશને પ્રસંગ આવી પડશે, વિગેરે કહેનારાઓને ઉત્તર આપે છે કે, સંસારને સ્થિર રાખવાની ચિંતાથી સયુ, કારણકે ક્યારે પણ સંસારને નાશ થયો નથી, થતો નથી અને થવાને પણ નથી. તથા અનંતકાલની અપેક્ષાએ પણ સવ સંસારી જી બ્રહ્મચર્યવ્રતને કયારે પણ સ્વીકારી લેતા નથી, જ્યારે તીર્થકર પરમાત્માઓ સ્વયં હાજર હોય છે અને પિતાના મુખે જ બ્રહ્મચર્યવ્રતને ઉપદેશ આપતા હોય છે, ત્યારે પણ એ વાણી સાંભળનારા સવો બ્રહ્મચર્યવ્રતને કેમ સ્વીકારશે. તે બ્રહ્મચર્યવ્રતને તે કેટલાક ભાગ્યશાળી આત્માઓ જ સ્વીકારીશ કે. તે જોઈને કેટલાક બહલસંસારી આત્માઓમાંથી | કોઈ હાસ્ય ઉડાવશે. કોઈ શેક કરશે, કોઈ કેપ કરશે અને કોઈ કલહ વિગેરે કરશે. તેઓ ફેકટ કમ બાંધશે. શીલવ્રતને પાળનારને ગુણેની પ્રાપ્તિ અને દેશને નાશ થશે જ, શીલને તેવા પ્રકારનું છે પ્રભાવ છે. શાસ્ત્રોએ કહ્યું છે કે, પવિત્ર એવું શીલ કુલના કલંકને નાશ કરે છે. પાપરૂપ કાદવને લેપ કરે છે. સુત-પુણ્યને પુષ્ટ કરે છે. પ્રશંસનીયપણાને વિસ્તરે છે. દેવોના સમૂહને પણ નમાવે છે. કઠોર ઉપસર્ગોનો નાશ કરી દે છે. સ્વર્ગ અને મોક્ષને પણ લીલાપૂર્વક તૈયાર કરી દે છે. દષ્ટ–અપવાદ-નિંદાથી ભયભીત થયેલા સીતાજીએ પિતાના શરીરની અગ્નિમાં આહુતિ કરી દીધી, પરંતુ અગ્નિ પણ પાણી થઈ ગયું એ પ્રભાવ સીતાજીએ પાળેલ પવિત્ર શીલને જ છે. રાવણ જેવા રાક્ષસ
Jain Eden
For Personas Private Use Only
Sinebrary.org