________________
પષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૪૩ |
નિરતર પ્રેમ રાખવો જોઇએ. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચન સ્વરૂપ સુશાસ્ત્રોના શ્રવણથી અનાદિકાલથી નરકતિય"ચાદિ ગતિઓમાં ભટકાવનારા, અસહ્ય દુઃખેને આપનારા એવા મેહુરૂપ મહાન શત્રને નાશ થાય તથા ઉન્માર્ગોનું ઉન્મેલન થઈ જાય છે. તેમજ પ્રશમ–સંવેગ-નિવેદ વિગેરે મેક્ષને આપનારા સદગુણો પ્રગટ થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, શ્રવણ કરવાથી જિનેશ્વરદેવનાં વચનો બુદ્ધિના મોહને હરે છે. ઉમાગને છેદી નાખે છે, સંવેગને ઉત્તેજિત કરે છે. પ્રશમને વિસ્તરે છે, ધમ ઉપરના અનુરાગને ઉત્પન્ન કરે છે, અને અધિક આનંદને ધારણ કરે છે, સાંભળેલ જૈન વચન શું નથી કરતું ? અથવા તે સારું એવું કરવાની બધી જ તાકાત જિનેશ્વરદેવનાં વચનો ધરાવે છે.
જે જીવે જિનેશ્વરદેવના વચનરૂપ શાસ્ત્રને નથી સાંભળેલ તેની મનુષ્યત્વાદિ મોક્ષસહાયક સમગ્ર સામગ્રી નિષ્કલ થાય છે. તે જીવને સારા અને ખરાબ કામનો વિવેક રહેતો નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે-અત્યંત દયારસમય સવજી ભગવંતોએ કહેલા શાસ્ત્રો જે વ્યક્તિના કાનના અતિથિ નથી બન્યા અર્થાત સર્વ શાસ્ત્રોને જેણે નથી સાંભળ્યા તેનો મનુષ્ય અવતાર નિષ્ફળ છે. તેનું હૃદય નકામું છે. તેના બે કાનનું નિર્માણ નકામું છે. તેઓને આ ગુણ છે કે દોષ છે તેના ભેદની સમજ | નહિ પડે. તેમનાથી ગાઢ અંધકારમય નરકમય કુવામાં પડવાનું નિવારી નહીં શકાય, અને સર્વ
// ૪૩.
Jain Education
emanal
For Personal & Private Use Only
www.ainbrary.org