________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
દુખેથી મુક્તિ તે તેમના માટે અત્યંત દુલભ છે, એમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે, વળી તે શાસ્ત્ર પુરુપાએ કહ્યું છે કે, જિનેશ્વર પરમાત્માઓના વચને આંખ વિનાના આત્માઓ આ તારક દેવ છે કે આ તારક દેવ નથી, આ કલ્યાણકારી ગુરુ છે કે આ સંસારમાં રખડાવનાર ગુરુ છે, તેમ આ તારક ધમ છે કે આ તારક ધમ નથી, આ વ્યક્તિ ગુણસમૃદ્ધ છે કે ગુણરહિત છે, આ કાય કરવા યોગ્ય છે કે આ કાર્ય કરવા યોગ્ય નથી, અને આ કાર્ય હિતકારી છે કે અહિતકારી છે, એ જાતના વિવેકથી યુક્ત થઇ સારી રીતે જોઈ શકતા નથી, એટલે સમજી નથી શકતા, જે વ્યકિતમાં આવા સત્યઅસત્યને સમજવાને સાચે વિવેક જાગ્ય ન હોય તે આત્માને ઉદ્ધાર કેમ થઈ શકે ? તેથી જિનવચનો પર પ્રેમ નહિ રાખનાર અને જિનવચનને શ્રવણ કરવાની ઈચ્છા વિનાની એવી વ્યકિતના કાનમાં પણ ગયેલ જિનવચન રહિણેય ચોરની જેમ ઉભાગને નિવારનાર અને સન્માગને પમાડનાર થાય છે તો પછી શ્રદ્ધાપૂર્વક સાંભળેલ જિનવચન તે તાત્કાલિક સમગ્ર ઉન્માર્ગોને ઉખેડી નાખનાર અને સ્વર્ગ તેમજ મોક્ષસુખને આપનાર થાય જ છે. અહિં રોહિણેય ચોરનું દ્રષ્ટાંત સંક્ષેપથી આ પ્રમાણે છે. રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિ પર્વતની એક ગુફામાં લેહખુર નામને એક મહાન ચોર રહેતો હતો. તે એક સમયે માંદો પડ્યો. બચવાની આશા પણ ન રહી એટલે પિતાના પુત્ર રોહિણેયરને બેલાવીને કહ્યું બેટા, હું હવે જવું એમ
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org