________________
પર્યુષણ. અષ્ટાહિક વ્યાખ્યાન + ૧૦૧
થાય છે, અને સત્પાત્રમાં વાપરવાથી અનંતગણું થાય છે. જે ૨ . પાત્રની વિશેષતાથી આ રીતે વિશેષતા થાય છે કહ્યું છે કે, - જુઓ તેજ ભમિ હોય અને તેજ પાણી હોય છતાં. પાત્રની વિશેષતા તરતમતાથી આંબામાં મધુર૫ણાને પામે છે, અને લીમડાના વૃક્ષમાં કડવાશને પામે છે. છેલ્લા
પ્રમોદભાવયુક્ત કરીને પિતાનું ધન સત્પાત્રને સ્વાધીન બનાવવું જોઈએ. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, કઈ મુનિરાજ ઘરે પધારે ત્યારે આવી ભાવનાથી દાન આપવું જોઈએ, “હું ધન્યવાદને પાત્ર બન્યો છું, મારું ઘર અત્યંત શ્રેષ્ઠ બની ગયું છે, મારું ધન પવિત્ર બની ગયું છે, મારે | જન્મ વખાણવા યોગ્ય બની ગયા છે, અને આજનો દિવસ શ્રેષ્ઠ છે, કે જે આ સર્વજ્ઞ ભગવંતના માગને અનુસરનારા શ્રેષ્ઠ મુનિ મારા ઘરે આવ્યા છે, અને મારા ઉપર અનુગ્રહ કરી-ઉપકાર કરી કાંઇક ગ્રહણ કરે છે. એવી ભાવનાપૂર્વક આનંદયુકત બની કેઈપણ વસ્તુ સત્પાત્રમાં આપવી જોઇએ. જે ૪ છે.
આ રીતે સંધના અંગસ્વરૂપ એવા શ્રાવક-શ્રાવિકાઓનું પણ સતત શક્તિ પ્રમાણે વાત્સલ્ય કરવું જોઇએ. એ વાતની વ્યાખ્યા પહેલા કરેલ જ છે.
આ રીતે શ્રી ચતુર્વિધસંધની ભક્તિ દરરોજ કરવાને અસમર્થ એવા અલ્પ વૈભવવાળાએ પણ
૧૦૧
I
Jain Educationala
For Persona & Private Use Only
nbrary og