SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ પાંચમો પલ્લવ કહેવાય અને તેવી લઘુતા ન મળે. તેજ ઉત્તમ છે. હજુ સુધી કેઈએ આ વાત અત્રે પણ જાણી નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં એકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મેટા આડંબર અને સમાનપૂર્વક હું તેમને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણે વિગેરે આપી રથાદિકની અંદર ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બન્ડાર મોકલી દીધા. નગરની બહારના કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નેકરેએ સુગંધી તેલાદિકવડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યો અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડયા. ત્યાર પછી પૂર્વે સંકેત કર્યા પ્રમાણે નિયત કરેલા પુરૂષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી કે_“સ્વામિન્ ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે.” તેથી વધામણી આપનારને હર્ષ પૂર્વક દ્રવ્યાદિક દેવાવડે રાજી કરીને ઘેડા, રથ, સિપાઈ વિગેરે પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શેઠી આ એથી પરિવરેલા ધન્યકુમાર તેમને તેડી લાવવાને બગીચામાં ગયા. દૂરથી પિતાનાં દર્શન થતાંજ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગળમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યા કે “આજનો મારો દિવસ સફળ થયે. આજે મારા સર્વ કાર્યની સિદ્ધિ થઈ, અને મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારો જન્મ સફળ થયે. કારણ કે આજે મને આપના પવિત્ર ચરણયુગળનાં દર્શન થયાં.” આ પ્રમાણે સમ્યગ્ય રીતે શિષ્ટાચાર પૂર્વક પિતાજી તથા મેટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજજનતા, સુપુત્રતા તથા વિનિતતા સર્વાશે પ્રગટ કરી. તેમના પિતા ધનસાર શેડ પણ અત્યંત હર્ષ પૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શેઠીઆઓને ભેટયા અને સુખની તથા કુશળક્ષેમની વાતે પૂછવા ૧૯૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy