SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથે પલવા B88888888888888888888888888888 કામમાં લાગી જાય છે. અતિશય દુઃખના વખતમાં જ્યારે મા-બાપ અને ભાઈ બહેન વિગેરે સગા વ્હાલાંઓ દૂર ચાલ્યા જાય છે ત્યારે પણ સ્ત્રી પતિને તજીને જતી નથી. ઘણું વીર પુરૂષ જેવાએ પણ સ્ત્રીને તજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કેઈકુળવતી સ્ત્રીએ પતિને છેડી દીધું હોય તેવું કદિ પણ સાંભળ્યું છે ખરૂં ? આ પ્રમાણે છતાં પ્રિયસખી ! આના બદલામાં પુરૂષ શું કરે છે? આખી જીંદગી ગૃહસ્થાશ્રમમાં નિર્વાહ કરવા છતાં કઠોર હૃદયવાળા પુરૂષે આવી કમળથી પણ સુકોમળ સ્ત્રીઓને નિર્દયપણે મારે છે, વળી આ જગતમાં નિંદા કરવાને યોગ્ય નિર્દય કામ કરનારા પુરૂષે જ જોવામાં આવે છે. દાખલા તરીકે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષ જ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષે જ હોય છે, ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભણ્યનું ભક્ષણ–તેમાં આસક્ત પણ પુરૂજ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલુંજ રાંધી આપે છે, ચેતનને વ્યગ્ર કરી નાખનાર, સદ્દબુદ્ધિને મુંઝાવી દેનાર, મુશ્કેલીએ મેળવેલા અમૂલ્ય મનુષ્ય ભવને પણ હરાવી નાખનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષજ મોખરે હોય છે. જાતિ કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણીને અનેક જારથી ભ્રષ્ટ થયેલી વેશ્યાના ઘરે જવામાં પુરૂષ પ્રધાન હોય છે. વળી વિનય વિગેરે ગુણોથી વિભૂષિત, પુત્રોથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર, રૂપ યૌવન યુક્ત, પતિવ્રતમાં પરાયણ પિતાની સ્ત્રીને છેડીને, રાજ્યભય, ધર્મ ભય, આભવ પરભવ હારી જવાનો ભય વિગેરે ભયો ઉત્પન્ન કરનાર પરસ્ત્રીને પુરૂજ સેવે છે. પ્રાણુને નાશ કરનાર, દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર ગામ વિગેરે લુંટવા તથા ચોરી કરવી વિગેરે કામો પણ પુરૂજ કરે છે. વળી પુરૂજ નિરપરાધી અને ઘાસ તથા જળ ઉપરજ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની ફેગટ હિંસા કરે છે. વળી પરદેશ જઈ, ભારે દુઃખ સહન કરી, 30 Jain Education Interna For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy