________________
વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોલિ નામે આચાર્ય પાસે દીક્ષા લઇ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી અંતે કાળ કરી (૨૩) ચોવીશમાં ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૨૪) ત્યાંથી ચ્યવીને પચીસમા ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીશ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. ચોવીશ લાખ વર્ષની ઉંમરે રાજ્ય છોડી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ આ નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી વીશસ્થાનકની આરાધના માટે માસક્ષમણના પારણે માસક્ષમણ એમ કુલ અગ્યાર લાખ એંશી હજાર છસો પીસ્તાલીશ માસક્ષમણ કર્યા. સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવના ભાવી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, છેલ્લે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરી... (૨૫) છવીસમાં ભવે પ્રાણ નામના દસમાં દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાં પણ પરમ વૈરાગ્યમાં અને કરુણાભાવનામાં સમય પસાર કર્યો (૨૬) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્ર કર્મના ઉદયથી સત્તાવીશમાં ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો. (૨૭) આમ ભવિતવ્યતાના યોગે અને નીચગોત્રનો ઉદય થવાથી પ્રભુ વીર બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા. વિચારમાં આગળ વધતાં ઇન્દ્ર વિચારે છે કે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો કે વાસુદેવો ઉપરોકત કારણોથી શુદ્ધ આદિ કુલોમાં પૂર્વે આવ્યા હતા, આવે છે અને આવશે. તથા ગર્ભતરીકે ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે. પરંતુ જનમ્યાનથી, જનમતા નથી અને જનમશે નહિ. તાત્પર્ય એ છે કે તીર્થંકરાદિનોહીનકુલોમાં અવતાર પૂર્વોક્ત કારણસર કર્મોદયના કારણે થઈ શકે ખરો, પણ તેઓ હીનકુલોમાં કયારેય જનમતા નથી.
૩૬
Gain Education interational
For Private & Fersonal Use Only
www.nelibrary.org