________________
(૨)
ત્યાંથી ચ્યવી અઢારમાં ભવમાં પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયો.
આ રાજા પોતાની પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યા હોવાથી લોકોમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયો હતો. તે મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ સૂચિત, ચોરાશી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરોમાં ઉપદ્રવ કરતાં સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાંખ્યો હતો. પછી અનુક્રમે પ્રથમ વાસુદેવ તરીકે ત્રણ ખંડના અધિપતિ બન્યા. એક વખતે વાસુદેવના સૂવાના સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા, ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે - “મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે.” હવે વાસુદેવ નિદ્રાવશ થઇ ગયા, છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલકે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડી વારમાં વાસુદેવ જાગી ઉઠ્યાં, અને તેઓને ગાતા જોઇ ગુસ્સે થઇ શય્યાપાલકને કહ્યું – “અરે દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે? ઠીક છે ! ત્યારે તું તેનું ફળ ભોગવ.” એમ કહીને તેમણે શવ્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. (કોઇ પણ ઇંદ્રિયના વિષયનો રસ જીવની છેવટે શી હાલત કરે છે? તે આ પ્રસંગે યાદ રાખવા જેવું છે. તીર્થંકરનો જીવ પણ ભૂલો પડે, તો કેટલો કઠોર થઇ શકે છે ? કર્મો-મોહનીયકર્મ જીવને કેવો રમાડે છે ! આ કૃત્યથી વીપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું.)
આમ ઘણાં દુષ્કર્મો કરી મરી ઓગણીશમાં ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકી થયા. પછી ત્યાંથી નીકળી વીશમા ભવે સિંહ થયા.
ત્યાંથી મરી એકવીશમાં ભવમાં ચોથી નરકમાં ગયા. ત્યાંથી નીકળી ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કરી બાવીશમાં ભવે મનુષ્ય થયા. ત્રીજાભવથી ઊંધા પાટે ચડી ગયેલો ભગવાનનો જીવ આ ભવથી ગુણવિકાસમાં આગળ વધવાનું શરુ કરે છે. આ ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામી (૨૨) ત્રેવીસમાં ભવે | કપ
dan Education International
wwwncbary ID