________________
લાગણીનો ગેરલાભ ઉઠાવવા, અન્યાય અને કપટ કરવા લલચાતા જીવો મહાઅનર્થની પરંપરા સર્જે છે, પણ એ પામરને એની ગતાગમ હોતી નથી. વિશ્વભૂતિને પછી કપટની ખબર પડવાથી કોઠા પાડી દ્વારપાળને પોતાની તાકાત બતાવી, વૈરાગ્યથી સંભૂતિમુનિ પાસે દીક્ષા લીધી. આ બતાવી દેવાની ઇચ્છા બીજરૂપે રહી ગઇ. પછી અગ્યાર અંગના જ્ઞાતા થયા. એક હજાર વર્ષની ઉગ્ર તપસ્યાથી તેમનું શરીર કૃશ થઇ ગયું. એક વાર મથુરાનગરીમાં માસક્ષમણના પારણે ગોચરી માટે નીકળ્યા. તે વખતે એ વિશાખાનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો.
ગોચરીએ નીકળેલા વિશ્વભૂતિ મુનિ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઇ ઝરુખામાં ઊભેલા વિશાખાનંદી હસ્યા અને બોલ્યા કોઠાના ફળને પાડવાનું તારું બળ કયાં ગયું ? (બોલો! વિશાખાનંદીને હજારવર્ષે પણ આ વાત યાદ છે. જીવને મન બગાડતાં હોવાથી ઘરકે કપડાં બગાડતા કચરા કરતાંય વધુ ખરાબ ગાળ, ટોણા, મેણા, અપમાન, કટાક્ષ યાદ રહી જાય છે, ને મનને શુભ ભાવોથી પ્રસન્ન રાખતા હોવાથી ઘરનાકે શરીરના આભૂષણ કરતાંય વધુ શ્રેષ્ઠ આભૂષણ સમા જિનવચનો ક્ષણભર પણ યાદ રહેતા નથી.. આપણું મન તિજોરી છે કે કચરાપેટી? વિચારી જુઓ..આપણને દુઃખી કરનાર કોણ -બીજાકે આપણું મન? માટે જ કહ્યું છે કે દુષ્ટ મન જ ખરો દુશ્મન છે. આ વિશાખાનંદીને ભાઇની શાતા. પૂછવાનું મન નથી થતું ને મશ્કરી સુઝે છે. ધાર કાઢવાવાળાએ બૂમ પાડી-કોઇને ચપુ-કાતર વગેરેની ધાર કઢાવવી છે? એક જણે મશ્કરીમાં પૂછયું-બુદ્ધિની ધાર કાઢશો? પેલાએ સામો જવાબ આપ્યો - હ! પણ એ તમારી પાસે હોવી જોઇએ. આ સાંભળી પેલો મશ્કરી કરવાવાળો મારવા દોડ્યો..ધારવાળાએ લોખંડનો સળિયો મારી ખોપરી તોડી નાંખી. બસ આમ પ્રાયઃ દરેક હસવામાંથી ખસવું થતું હોય છે.) અહીં વિશાખાનંદીની હસીનાખવા જેવી વાત વિશ્વભૂતિ મુનિએ ગંભીરતાથી લઇ લીધી. પોતાનું અપમાન લાગ્યું. પેલું બતાવી દઉં'ની ઇચ્છા પાછી સળવળી. તપોબળથી ગાયને શિંગડાથી ઊંચકી આકાશમાં ફંગોળી. પછી પડતી ગાયને દયાભાવથી ધારી લીધી. પણ આટલાથી સંતોષ થયો નહીં. ત્યાં જ નિદાન કર્યું ‘મારા ઉગ્રતપથી ભવાતંરમાં અત્યંત બળવાન થાઉં.” પોતાના તપ બળનું આ રીતે ઘોર અવમૂલ્યાંકન કરી કાળ પામી.. સત્તરમાં ભવમાં મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયો.
dan Education Wemational
For Private & Fersonal Use Only
www
elibrary.org