________________
તીર્થકર તરીકે છેલ્લા થયા.) પછી તે પાપનાં આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરી (૩) વીપ્રભુનો જીવ ચોથા ભવમાં પાંચમા બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૪) ત્યાંથી ચ્યવી પાંચમાં ભવમાં કોલાક નામના ગામમાં એશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિંસાદિકમાં ક્રૂર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાળ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી. (૫) ઘણો કાલ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલ ભવોમાં ગણ્યા નથી. ત્યાંથી છઠું ભવે ધૂણા નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી (૬) સાતમે ભવે સૌધર્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૭) ત્યાંથી ચ્યવી આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. એ અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૮) નવમે ભવે ઇશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો (૯) ત્યાંથી ચ્યવી દસમે ભવે મંદર નામના ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૧૦) અગિયારમાં ભવે સનસ્કુમારદેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો (૧૧) ત્યાંથી ચ્યવીને બારમે ભવે શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૧૨) તેરમે ભવે મહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવા થયો (૧૩) ત્યાંથી ચ્યવી કેટલોક કાલ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવરનામે બ્રાહ્મણ થયો. તે પણ ત્રિદંડી થઇ મૃત્યુ પામી (૧૪) પંદરમે ભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૧૫) ત્યાંથી ચ્યવી ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરી સોળમે ભવેરાજગૃહનગરમાં વિશાખાભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે પુત્ર થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે વખતે કાકાના દીકરા વિશાખાનંદીને પણ એ ઉદ્યાનમાં જવું હતું. તેથી એણે પોતાના પિતા રાજા હોવાથી પુત્રતરીકેની લાગણીના દબાણથી અન્યાય કરવા પ્રેરણા કરી. રાજાએ કપટથી વિશ્વભૂતિને બહાર કઢાવ્યો. પછી વિશાખાનંદી ઉદ્યાનમાં પેસી ગયો.
I ૩૩
Gain Education Intematonal
Pe
nal Use Only
www.
library.org