SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લ્યા. વિચારી કહ્યું, “કપિલા ! ઇત્યંપિ ઇહયંપિ! જિનધર્મમાં પણ ધર્મ છે, મારા માર્ગમાં પણ ધર્મ છે. આ સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ આ ઉસૂત્ર પ્રરૂપણાથી એક કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. (જ્યારે અન્ય વ્યક્તિ પોતાના ઇષ્ટ-મત, સિદ્ધાંત કે કાર્યમાં મનુ મરાવવા તમને પૂછ પૂછ કરે, ત્યારે તમે લોભથી, પ્રેમથી, કે શરમથી પણ એની ખોટી વાતમાં મg મારી દો, તો કેટલો મોટો દંડ ચૂકવવો પડે ? કપિલને મરીચિનો માર્ગ જ પોતાને અનુકૂળ લાગ્યો. તેથી મરીચિએ સાચી હકીકત કહી દેવા છતાં કપિલે એ જ મુદ્દો પકડી રાખ્યો કે ‘તમારા માર્ગમાં ય ધર્મ છે' એટલું કહી દો. તેથી મને ધર્મનો માર્ગ પકડ્યાનો સંતોષ થાય. મરીચિએ છેવટે પૂર્વે શિષ્યની જરૂરિયાતનો વિચાર કરેલો, એ વિચાર વૃક્ષ બની ગયો. તેથી શિષ્યલોભમાં આવી જઇ કપિલને ઇષ્ટ વાત પર “અહીં પણ ધર્મ છે' એમ કહી માં મારી દીધું. પણ એમાં ઉત્સુત્ર પ્રરૂપણા થઇ ગઇ. હિંસાદિ બીજા પાપોથી પણ ઉત્સુત્ર પ્રરૂપણા મોટું પાપ છે, કેમ કે હિંસાદિમાં તો પાપમાર્ગે માત્ર ગતિ છે, ઉસૂત્ર પ્રરૂપણામાં તો ખોટા માર્ગને સાચા માર્ગ તરીકે સ્થાપી અનેકને એ રસ્તે ભૂલા પાડવાનો મોટો અપરાધ છે. એક પણ ખોટો બોલાયેલો શબ્દ અનર્થ સર્જી દેવા સક્ષમ છે. અશોકે લખેલા અધીયતા ને અપરમાતાએ એક બિંદુ ઉમેરી અંધીયતા કરી દીધું, તો કુણાલને અભ્યાસને બદલે અંધ થવાનો વારો આવ્યો. શાંતિર્ભવતુના બદલે શાંતિરભવતુ કરો, તો શાંતિના બદલે અશાંતિ જ થાય ને! મરીચિ તો જ્ઞાની હતા, છતાં પોતાના પ્રમાદથી પકડેલા વેશને પોતાનો માર્ગ-સિદ્ધાંત તરીકે સ્થાપવામાં ઉત્સુત્ર પ્રરૂપણાના દંડરૂપે એક કોડાકોડી સંસાર વધારી દીધો. તો એવો શાસ્ત્રબોધ ન હોવા છતાં પોતાનો મત-પોતાનો સિદ્ધાંત લઇને પછી પ્રભુના જ શાસનની બીજી-પોતાને-પોતાની બુદ્ધિ ને નહીં ગમતી વાતોનું ખંડન કરી નાંખનારા અને જાણે જજની ભાષામાં ફાઇનલ ડીસીઝન આપતા હોય, એમ એ બધાને આડંબર, વ્યર્થ, ઘુસાડી દીધેલું, વર્તમાનમાં અયોગ્ય ઇત્યાદિ કહીને વગોવનારને શું એ ખબર કે શ્રદ્ધા છે કે પોતે પોતાનો અનંત દુઃખમય સંસાર વધારી રહ્યો છે. આજે ઘણાને દરેક વાતમાં નિર્ણય કરવાનું ને એ મુજબ સલાહ આપવાનું ફાવી ગયું છે. દવાનો ‘દ' નહીં જાણનારો ડોક્ટરે શું કરવું જોઇએ ને કઇ દવા આપવી જોઇએ એની સલાહ આપવા બેસે એવી આ હાલત છે. માટે સિદ્ધાંત બાંધતા કે અભિપ્રાય આપતા પહેલા લાખવાર વિચારી લેવું હિતાવહ છે.) (મરીચિ પહેલા આચારની ભૂમિકાએ ચૂક્યા, પછી નીચગોત્ર બાંધ્યું ત્યારે વિચારની ભૂમિકાએ ચૂક્યાને પછી છેલ્લે વચનની ભૂમિકાએ ચૂક્યાં...આચાર-વેશને વફાદાર ન રહેવાથી સોળ ભવ સુધી સાધુવેશ મળ્યો નહીં. વિચારમાં ભૂલ્યા, તો છેલ્લા ભવમાં નીચગોત્રમાં અવતરણ થયું.વાણીમાં ચૂક્યા, તો ચોવીશ તીર્થકરોમાં સમ્યક્ત પામવામાં બીજા નંબરે હોવા છતાં ૫ રે Gain Education intemato www. bary ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy