SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતા અને ભવ્ય લોકોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતા! એક વાર મરીચિ માંદા પડ્યા. પણ તે અસંયત હોવાથી કોઇ સાધુએ તેની વૈયાવચ્ચ કરી નહિં! ત્યારે તે વિચારવા લાગ્યા કે - “અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છાન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરત એવા મારી સારવાર કેમ કરે ? માટે હવે હું નીરોગી થાઉં, ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું, જેથી આવે વખતે કામ આવે.” (અહીં મરીચિની પોતાનો જ દોષ જોવાની બુદ્ધિ પ્રશસ્ત હોવા છતાં શરીરના રાગે મનમાં ખોટો વિકલ્પ ઊભો કરાવ્યો કે મારે એક શિષ્ય કરવો...' ભલે હાલ આ વિચારરૂપે છે, પણ એક પણ ખોટું વિચારબીજ ક્યારે અમલમાં મુકાવારૂપે વિષવૃક્ષ બની જાય, તે કહેવાય નહીં. જેમ જુદા-જુદા ક્ષેત્રના માટી, પાણી, તાપ અને હવા અમુક ધાન્ય-ફળને ઉગવામાટે માફક આવે છે, ને બીજા ધાન્ય-ફળને ઉગવા માફક નથી આવતા, એમ આસક્તિવાળી આત્મભૂમિ, એમાં હૃદયમાં અનુકૂળતાના પ્રેમનું પાણી, મનમાં મહત્ત્વાકાંક્ષાનો તાપ હોય અને બુદ્ધિમાં સ્વાર્થની હવા હોય, તો આ ક્ષેત્ર સુકૃતના વિચારરૂપી બીજોથી ઉગતા સુકૃત કે ગુણઆદિરૂપ ધાન્ય-ફળોમાટે માફક નથી, પણ દુષ્કૃતના વિચારરૂપી બીજોથી દુષ્કૃત - દોષોરૂપી વિષરૂપ ધાન્ય-ફલમાટે એકદમ માફક આવે છે. તેથી જ એક પણ ખોટો વિચારરૂપી બીજ વવાઈ ન જાય, તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે, મરીચિનો શિષ્ય બનાવવાનો વિચાર અંતે વા કડવા ફળનું કારણ બને છે, તે જોઇશું, તો આ વાત સમજાશે.) પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દિવસ કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું, ‘કપિલ! તું સાધુ પાસે જા, અને મુનિમાર્ગ સ્વીકાર’ પણ કપિલે કહ્યું, ‘હું તો તમારી પાસે જ દીક્ષા લઇશ. મરીચિએ કહ્યું, કપિલ! હું મુનિમાર્ગ પાળવા અસમર્થ છું, મુનિઓ તો મન, વચન અને કાયાના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી, ઇત્યાદિ પોતાની બધી સત્ય હકીકત જણાવી. તો પણ ભારેકર્મી અને દીક્ષાધર્મથી વિમુખ કપિલે કહ્યું, સ્વામી!શું તમારા મતમાં ધર્મ નથી?” ત્યારે મરીચિએ- “ખરેખર, આ ભારેકર્મી જીવ ભગવાને બતાવેલો સંયમમાર્ગ સ્વીકારતો નથી, માટે મારે યોગ્ય છે.” એમ | For P &Pesson Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy