________________
ત્યા.
(૨)
ગણાતા ત્રણેય મોટા લાભ તમે મેળવ્યા છે. કારણ કે તમે અહીં ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશો. મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રી થશો અને આ ભરતમાં પહેલા વાસુદેવ થશો. હું તમારા આ પરિવ્રાજકવેશને નમસ્કાર કરતો નથી, પણ તમે છેલ્લા તીર્થંકર થવાના છો માટે વંદુ છું. એમ વારંવાર સ્તવના કરી ભરત મહારાજા પોતાના સ્થાને ગયા.
(સત્ત્વશાળીઓ જ અનુકૂળતા-પ્રતિકૂળતામાં ટકી શકે. છીછરા પાત્રમાં ધોધનું પાણી રહી શકતું નથી, એમ છીછરા હૃદયમાં અચાનક આવી જતી લાભા-લાભની વાત રહી શકતી નથી.) મરીચિ જેવા તીર્થંકર જીવ પણ ભરત ચક્રવર્તીની વાત સાંભળી અતિશય હર્ષ પામ્યા. અને ત્રણ વાર પગ પછાડી નાચતા નાચતા બોલ્યા-‘‘હું પહેલો વાસુદેવ થઇશ, હું મૂકા નગરીમાં ચક્રવર્તી થઇશ, તથા છેલ્લો તીર્થંકર થઇશ, અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે !
હું વાસુદેવમાં પહેલો થઇશ, મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા છે, તથા મારા દાદા જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે !’’
આમ જાતિનો મદ કરવાથી મરીચિએ નીચગોત્રકર્મ બાંધ્યું ! (અગ્યાર અંગ ભણેલા મરીચિને અભિમાન કરવાનું ફળ જ્ઞાત છે, છતાં જ્યારે આવા પ્રસંગો આવે છે, ત્યારે એ ભૂલાઇ જાય છે. માટે ભગવાન સતત જાગૃત રહેવાનું કહે છે. સામાન્ય રસ્તે સાવધાન રહેતો માણસ લપસણા રસ્તે જ બેધ્યાન બને, તો કેવી હાલત થાય... સામાન્ય સંયોગોમાં ક્રોધઅભિમાનના નુકસાન જાણી સાવધ રહેનારો એવા પ્રસંગરૂપ લપસણી ભૂમિ આવે, ત્યારે જ ચૂકી જઈ ક્રોધાદિમાં લપસી પડે, તે કેવું કહેવાય ? આપણે આ વાત સમજી લેવાની છે કે કોઈ પણ વાતનું અભિમાન એ તે બાબતમાં પતન તરફ ગબડવાનો આરંભ છે. કહેવાય છે કે કીડી મરવાની થાય, ત્યારે ઉડવામાટે પાંખ આવે છે.) કહ્યું છે કે
“જે માણસ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે; તે માણસને તે જાતિ વગેરે હીન મળે છે !''
Jain Education International
(જેમ પુષ્ટ થયેલો બકરો કતલખાને જાય છે, એમ કોઈ પણ વાતે અભિમાનથી પોતાને તગડો-પુષ્ટ માનતો જીવ દુર્ગતિઓના કતલખાના ભેગો થાય છે.)
For Private & Personal Use Only
90 www.janelibrary.org