________________
હું તો મોથી આચ્છાદિત થયેલો છું, માટે છત્ર રાખીશ! સાધુઓ ચરણસંપન્ન છે, તેથી તેમના પગરખાં વિનાના ચરણ ભૂમિને પવિત્ર કરે છે, હું તેવો નથી, માટે હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ ક્રોધાદિ કષાયથી રહિત છે. હું કષાયસહિત છું. માટે રંગેલા ભગવા કપડા પહેરીશ ! સુવિશુદ્ધ શીલરૂપી સ્નાનથી પવિત્ર સાધુઓ સ્નાન નથી કરતાં, પણ હું તેવો ન હોવાથી પરિમિત જલથી સ્નાન-પાન કરીશ. ઇત્યાદિ પોતાની બુદ્ધિથી તેણે પરિવ્રાજકનો વેષ ધારણ કર્યો. એક વખત તાપની એક પ્રતિકૂળતા સહન ન થઈ એમાં કાયમ માટે અને બધી રીતે શરીરની અનકૂળતાઓ પકડી લીધી. આપણી હાલત શું આના કરતાં સારી છે? મરીચિએ આટલા ખાતર ઘણા વર્ષ પાળેલું ચારિત્ર છોડી દીધું, આપણે એકાદ પ્રતિકૂળતામાં કે ઇચ્છાને અનુરૂપ ન થવામાં ઘણા વખતથી જે દાન-શીલાદિ પ્રવૃત્તિ કરતાં હોઈએ છીએ, તે એક ઝાટકે મુકી દઈએ છીએ ?)
પરિવ્રાજકનો વેષ હોવા છતાંય મરીચિની હજીય ભગવાનના માર્ગની શ્રદ્ધા-સમ્યકત્વ મજબૂત છે.
પરિવ્રાજક વેશમાં પણ તે પ્રભુ સાથે જ વિચરતા-અલગ નહીં. ત્યારે બીજા સાધુઓથી અલગ વેશ જોઈ ઘણા લોકો એમની પાસે ‘તમારો કયો ધર્મ છે ?' ઇત્યાદિ પૂછવા આવતા... તે વખતે પોતાની દેશનાશક્તિથી સાધુધર્મ જ સાચો છે એમ બતાવી વૈરાગી કરી ભગવાન પાસે સાધુ થવા મોકલતા... આમ પ્રથમ આચારભ્રષ્ટ થવા છતાં હજી વિચારભ્રષ્ટ ન હોતા થયા.
એક વખત ભગવાન વિચરતા વિચરતા અયોધ્યાનગરમાં પધાર્યા. ત્યાં વંદનમાટે પધારેલા ભરત ચક્રવર્તીએ ભગવાનને પૂછ્યું- હે ભગવન્! આ પર્ષદામાં આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં તીર્થકર થાય એવો કોઇ જીવ છે? ભગવાને ઉત્તર આપ્યો- હે ભરત! તારો મરીચિ નામનો આ પુત્ર આ અવસર્પિણીમાં મહાવીર’ નામના ચોવીશમાં તીર્થકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. તથા આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામના પહેલા વાસુદેવ થશે ! એ સાંભળી હર્ષ પામેલા ભરત મહારાજાએ મરીચિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરતા કહ્યું- હે મરીચિ ! જગતના ઉત્તમ || ૬૯
dan Education
matonal
For Pile Pol Use Only
www.albaryong