________________
સમ્યગ્દર્શનાદિ માર્ગ બતાવ્યો. (જેની પ્રાપ્તિ પછી સંસાર દેશોન અર્ધગળપરાવથી વધુ રહે નહીં, અને જે અનંતા જન્મ-મરણ-ઉપાધિઓના ફેરા ટાળી દે, તથા જેની પ્રથમ પ્રાપ્તિનો આનંદ અત્યારસુધીના અનુભવેલા તમામ આનંદ સુખથી પણ વિશિષ્ટ કોટિનો હોય, અને જે મળ્યા પછી જ ભવોની ગણત્રીથાય, તે સમસ્તદ્રવ્ય-ભાવ રત્નોમાં શિરોમણિસમાન) સમ્યત્વરત્નની પ્રાપ્તિ થઈ. જીવનની છેલ્લી ઘડી સુધી સત્સંગ-સર્જિયા અને ચિંતનાદિ દ્વારા એને જીવની જેમ જાળવી છેવટે નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક સમાધિથી કાળ કરી બીજા ભવે પહેલા દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળા દેવ થયા.
ત્યાંથી ચ્યવી ત્રીજી ભવે ભરત ચક્રવર્તીના મરીચિ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવન વય પામ્યા. એક વાર પ્રભુશ્રી ઋષભદેવ વિનીતા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે ભરત મહારાજાના પરિવાર સાથે મરીચિ પણ વંદન કરવા ગયા. મરીચિ અત્યારસુધી પિતાની ચક્રવર્તી-ઋદ્ધિને ઉત્કૃષ્ટ સમજતો હતો. ભગવાનના સમવસરણની સમૃદ્ધિ જોયા પછી એ ભ્રમ ભાંગ્યો. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી પ્રભુના બાહ્ય-આત્યંતર સૌદર્યથી આકર્ષાયેલા મરીચિએ વૈરાગ્યભાવથી દીક્ષા લીધી. સ્થવિરો પાસે અગ્યાર અંગો ભયા. એક્વાર ઉનાળામાં તડકો સહન ન થવાથી વિચારવા લાગ્યા. આ સંયમનો ભાર બહુ જ આકરો છે. હું તેને વહન કરવા સમર્થ નથી. પણ ઘરે જવું તો સર્વથા અનુચિત છે. આમ વિચારી ભગવાનને પૂછયા વિના જ પોતાની બુદ્ધિથી વચલો માર્ગ કાઢ્યો. (આપણને જે શરીરકષ્ટનો ડર રાત્રિભોજનત્યાગાદિ કરતા તથા તપ કરતાં અટકાવે છે, તે) શરીરકષ્ટથી ડરી મરીચિએ શરીરને અનુકૂળ થાય એવો વેશ રચી લીધો, તે આ રીતે-સાધુઓ તો મન-વચન-કાયાના ત્રણ દંડથી વિરત છે. હું ત્રણે દંડથી જીતાયેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન રાખવું! સાધુઓ દ્રવ્ય-ભાવથી મુણ્ડ છે. (લોચ અને રાગદ્વેષજયરૂપે). હું તેવો નથી, માટે હું મસ્તક ઉપર ચોટલી રાખીશ, અને હજામત કરાવીશ! સાધુઓને સર્વપ્રાણાતિપાતાદિથી વિરતિ છે, હું શૂલપ્રાણાતિપાતાદિકની વિરતિ પાળીશ. સાધુઓ શીલરૂપ સુગંધથી વાસિત થયેલા છે, હુંતેવો નથી. માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહથી રહિત છે,
Jain Education remational
For Private & Fersonal use only