SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તા. (૨) Jain Education Int પ્રયોજનથી જંગલમાં ગયા. ત્યાં ભોજનના સમયે એવી ભાવના થઈ કે ‘અતિથિનો લાભ મળે, તો આ ભોજન સાર્થક થાય.’ (આ જંગલમાં સખત પરિશ્રમ પછી, ભૂખ લાગી છે ત્યારે અને ભોજનની થાળી તૈયાર છે, ત્યારે પહેલા અતિથિની યાદ... આ માટે એમ અનુમાન કરી શકાય કે જ્યારે ગામમાં હશે, ત્યારે પણ રોજ જમતા પહેલા બીજા અતિથિ વગેરેને યાદ કરી જમાડવાની ટેવ પાડી હશે. અને એ કેવી દૃઢ હશે કે જંગલમાં ય અતિથિ યાદ આવ્યા, એટલું જ નહીં, અતિથિ મળે એમાટે પ્રતીક્ષા અને પ્રયત્ન પણ કર્યા. એક પણ ગુણ દૃઢ રીતે અપનાવવામાં આવે, તો નિશ્ચિત સર્વમંગલમાટે બની રહે છે, નાની પણ નદી છેવટે મહાસાગરસાથે મેળવી આપે છે. જન્મથી જૈન નહીં એવા નયસારનો આ ગુણ જ એનામાટે મહાકલ્યાણકારી બને છે. આપણને ભોજન કરતાં પહેલા, અરે ભોજન થઈ ગયા પછી પણ સુપાત્રદાન, સાધર્મિકભક્તિ, અતિથિની ભક્તિ, યાચકવર્ગ, નોકર-ચાકર કે છેવટે પશુ-પંખીવગેરે આમાંથી કોઈનાં પણ પેટમાં મારા ઘરના ભોજનનો દાણો ગયો કે નહી ? એ વિચાર આવે છે ? એમાટે તપાસ થાય છે ? ભોજન જેવી એક નાની વાતમાં પણ આપણને બીજા યાદ નથી આવતા. છગન મગનને કહે- તારા હાથમાં મીઠાઈ હોય, અને હું તને મળવા આવું, તો તું શું કરે ? મગને કહ્યું- હું તારા જવાની રાહ જોઉં ! આવી વૃત્તિ ભગવાનને હૈયે વસાવવા હોય, તો નહીં ચાલે ! જેમના હૈયે જગતના તમામ જીવ વસ્યા છે, તેમના અનુયાયી ગણાતા આપણી રસોઈમાં બીજો એક જીવ પણ ન સમાઈ શકે, તો આપણા હૈયામાં ભગવાન કેવી રીતે આવશે ? સામાન ભરેલી પેટી જો તમારા ઘરમાં આવે, તો એ પેટી ભેગો સામાન પણ તમારા ઘરમાં આવવો જ જોઈએ... બધા જીવોને હૈયે રાખનારા ભગવાન જો આપણા ઘરમાં અને હૃદયમાં આવે, તો એમના ભેગા બધા જીવો પણ આપણા હૈયે અને ઘરમાં આવવા જ જોઈએ.) નયસારની ઇચ્છા સાચી અને તીવ્ર હતી, તથા અસામાન્ય સંજોગોમાં થઈ હતી, તેથી ફળી. સાર્થથી વિખુટા પડેલા સાધુઓને જોઈ અત્યંત હર્ષવિભોર થયા- આજે તો મારે વગર વાદળે અમીવર્ષા થઈ, મારા ભાગ્યના દ્વાર ખુલી ગયા, કેમકે અત્યારે ઉત્તમ અતિથિ મારા મનોરથને પૂરવા પધાર્યા. પછી સાધુ ભગવંતોને પરમ પ્રમોદથી કલ્પ્ય આહારાદિ વહોરાવ્યા. પોતાને અત્યંત કૃતકૃત્ય સમજવા માંડ્યો. ગોચરી થયા બાદ સાધુ ભગવંતોને નમી પોતે સ્વયં ગામનો માર્ગ બતાવવા લઈ ગયો. અતિથિ સત્કારની તીવ્ર ભાવના, યોગ્ય પ્રતીક્ષા, ગોચરી વહોરાવતા અનુભવેલો વિશેષ આનંદ, એ પછી પણ આ ઉત્તમ વિનય... આ બધાના પ્રભાવે નયસારના માત્ર ભાગ્યના નહીં, સૌભાગ્યના દ્વાર ખુલી ગયા... કર્મો ઢીલા પડ્યા... તેથી જ સાધુ ભગવંતોને આ વિનીત અને યોગ્ય લાગવાથી ધર્મોપદેશ દેવાનુ મન થયું. નયસારે જંગલમાંથી નગરનો માર્ગ બતાવ્યો, તો સાધુ ભગવંતોએ સંસારજંગલમાંથી મોક્ષનગર જવાનો ૬૭ ainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy