________________
cul
(૨)
હરિવંશની ઉત્પત્તિ શ્રીશીતલનાથના તીર્થમાં; કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રીનેમિનાથના તીર્થમાં; સ્ત્રીનું તીર્થંકર થવું તે શ્રીમલ્લિનાથના તીર્થમાં; અસંયતની પૂજા શ્રીસુવિધિનાથના તીર્થમાં અને બાકીના-ઉપસર્ગ, ગર્ભહરણ, અભાવિત પર્ષદા, ચમરેન્દ્રનો ઉત્પાત તથા સૂર્ય ચન્દ્રનું મૂલ વિમાને અવતરણ; એ પાંચ અચ્છેરા શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં થયા !
આમ ભવિતવ્યતાના કારણે અનંતકાળે થનારા દસ અચ્છેરામાંથી એક અચ્છેરું ગર્ભકરણનું છે, તેથી ભગવાન દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ અવતર્યા... પણ આવી ભવિતવ્યતા ભગવાન મહાવીરસ્વામી સાથે જ કેમ ઘડાઈ ? એના સમાધાનરૂપે શક્ર બીજું પણ કારણ વિચારે છે–
જેની સ્થિતિનો ક્ષય થયો નથી, જેનો રસ ભોગવાયો નથી, તથા જેના કર્મપ્રદેશો આત્મપ્રદેશોથી નિર્જરારૂપે છુટા પડ્યા નથી, એવા નીચગોત્રકર્મના ઉદયથી શ્રીમહાવીર તીર્થંકરનો જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. તે નીચગોત્ર ભગવાને સમ્યક્ પ્રાપ્તિથી માંડી સ્થૂળ સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજા ભવે બાંધ્યું હતું.
શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવોનું વર્ણન.
પ્રથમ ભવે વીર પ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો.
(જેમ એકડા વિનાના મીંડા ગમે તેટલા હોય, ગણત્રીમાં લેવાતા નથી, તેમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિનાના અનંતા ભવો પણ ગણત્રીમાં લેવાતા નથી. પછી ભલે એ ભવોમાં કોઈ કોઈ વાર જીવ રાજા, શ્રીમંત કે કલાકાર થયો હોય. માટે ખ્યાલ રાખો સમ્યક્ત્વ વિનાના ભવો અને ધર્મ વિનાના વર્ષો ગણત્રીમાં ગણાતા નથી.) આ નયસાર એક વખત લાકડાના
For Private & Personal Use Only
Jain Education International
૬ www.ainelibrary.org