________________
તે આ પ્રમાણે શ્રી ઋષભદેવ, તેમના ભરત સિવાય નવ્વાણું પુત્રો, અને ભરતના આઠ પુત્રો; એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું! (અહીં ઉત્કૃષ્ટ અવગાહના એટલે મોક્ષે જઇ શકે તેવા મનુષ્યની શરીરની વધુમાં વધુ ઊંચાઇ પાંચસો ધનુષ્યની હોય. મધ્યમ ઊંચાઈવાળા એકસો આઠ મનુષ્યો એક સમયમાં મોક્ષે જઈ શકે. પણ પાંચસો ધનુષ્યની ઊંચાઈવાળા એકસો આઠ એક સમયે ન જઈ શકે, તે ઋષભદેવ ભગવાનની સાથે ગયા. બોલો આ અવસર્પિણી કાળ કેટલો ઝડપથી હીનતા તરફ જઈ રહ્યો છે કે એક બાજુ પ્રથમ તીર્થકર ઋષભદેવ સાથે જેટલા ન જવા જોઈએ, એટલા મોક્ષે ગયા, તો અચ્છેરું થયું, તો બીજી બાજુ છેલ્લા તીર્થંકર પ્રભુ વીર સાથે મોક્ષે જનાર કોઈ ન હોતું !)
દસમું અચ્છેરું - અસંયમપૂજા... સામાન્યથી હંમેશા સંતો- આરંભપરિગ્રહના ત્યાગી સાધુઓ જ પૂજ્ય બને છે. પણ નવમાં સુવિધિનાથ ભગવાનનું શાસન દસમા શીતલનાથ ભગવાન દ્વારા તીર્થની સ્થાપના થાય, ત્યાં સુધી જે ચાલવું જોઇતું હતું, તે ચાલ્યું નથી... તીર્થનો વિચ્છેદ થયો અને સંયત-સાધુઓનહીં રહેવાથી આરંભ-પરિગ્રહવાળા બ્રાહ્મણો પૂજાવા માંડ્યા. આ અચ્છેરું છે. સામાન્યથી ચોવીશ તીર્થકરોની શ્રેણિમાં એવો નિયમ હોય છે કે પ્રથમ તીર્થંકર તીર્થસ્થાપે, ત્યારથી ચોવીશમાં તીર્થંકરના તીર્થનો વિચ્છેદ ન જાય, ત્યાં સુધી અખંડ ધારાએ તીર્થ પ્રવર્તે, જેમ કે ઋષભદેવ ભગવાનનું તીર્થ જ્યાં સુધી અજિતનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું નહીં, ત્યાં સુધી રહ્યું... એમ ઉત્તરોત્તર સમજવું. પણ સુવિધિનાથ ભગવાનનું તીર્થ છેવટ સુધી ચાલ્યું નહીં, અને શીતલનાથ ભગવાનનું તીર્થ સ્થપાયું, ત્યાં સુધી રહ્યું નહીં. આવી પરિસ્થિતિ છેક શાંતિનાથ ભગવાન સુધી ચાલી. પછી શાંતિનાથ ભગવાનના તીર્થથી અંતિમ તીર્થંકરસુધીના બધા તીર્થો અખંડધારાએ ચાલ્યા... આ આગમ અને ચતુર્વિધ સંઘરૂપ તીર્થનો વિચ્છેદ થવાથી અસંયતોની પૂજા થઈ એ અચ્છેરું છે.)
આ દસે અચ્છેરા અનંતકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા છે ! એવી જ રીતે કાળનું તુલ્યપણું હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ ઐરાવતોમાં પ્રકારાંતરે દસ દસ અચ્છેરા થયા છે! આ દસ અચ્છેરામાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ થયાતે શ્રીષભદેવના તીર્થમાં, || ૬૫
dan Education
nations
wwwbery ID