SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જવું; એ સઘળું અચ્છેરારૂપ જાણવું! આઠમું અચ્છેરું છે ચમરેન્દ્રનો ઉત્પાત:- તે આવી રીતે-પૂરણ નામનો ઋષિ તપ તપીને અસુરોનો ઇંદ્ર ચમરેન્દ્ર થયો! નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાનથી પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો. અલબત્ત વચ્ચે અસંખ્ય યોજનનું આંતરું છે. છતાં એમાં પોતાનું અપમાન થતું કલ્પી લઈ એ ગુસ્સે થઇ, આપત્તિમાં બચાવમાટે ભગવાન શ્રીમહાવીરનું શરણ લઇ, ભયંકર રૂપ કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઇ, ગર્જના કરતો ઉપર ઉદ્ગલોકમાં પ્રથમ દેવલોકમાં પહોંચી શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો સૌધર્માવસંતક વિમાનની વેદિકાપર પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો! તેથી શકે પણ ગુસ્સે થઇ તેના તરફ જાજ્વલ્યમાન વજ છોડ્યું ! તેથી ભયભીત બનેલા ચમરેન્દ્ર માથુ નીચે અને પગ ઉપર કરી નીચે તરફ દોટ મુકી અને શીઘ કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાન વીરના બે ચરણવચ્ચે લપાઇ ગયો. શક્રે પણ અવધિજ્ઞાનથી આ હકીકત જાણી, તીર્થકરની આશાતનાના ભયથી તરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ દૂર હતું, ત્યારે જ લઈ લીધું ! અને ચમરેન્દ્રને કહ્યું – ‘તમે ભગવાનના શરણે ગયા છો, તેથી ભગવાનના અનુગ્રહથી તમે મારા ભયથી મુક્ત થાવ છો. તમને ક્ષમા આપું છું.' એમ કહી ક્ષમા આપી. (આપણે ચમરેન્દ્ર જેવા છીએ, કર્મસત્તા સૌધર્મેન્દ્રસમાન છે. આપણે ઉધા-ચત્તા કામો કરવારૂપે એટલા બધા ઉત્પાત કરીએ છીએ અને જાણે કે કર્મનામના ઇંદ્રને પડકાર ફેંકીએ છે કે મને તારી કોઈ પરવા નથી. પણ પછી કર્મરૂપી ઇંદ્ર જ્યારે આપત્તિ-કષ્ટ-દુર્ગતિઓનું વજ છોડશે, ત્યારે આપણી શી હાલત થશે? કોણ બચાવશે? બસ એક જ ઉપાય છે, પ્રભુ વીરના-ભગવાનના ચરણ પકડી લઈએ. કર્મ પણ ઇંદ્રની જેમ આપણને કહે છે- “પ્રભુપદ વળગ્યા રહ્યા તાજા, અલગા અંગનસાજારે...' જે પ્રભુના શરણે જશે, તેના બધા અપરાધ માફ થશે... નહિંતર ડૂચો નીકળી જશે. માટે આપણે સમજી જઈએ.) આમ ચમરેન્દ્રનું જે ઉર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું! નવમું અચ્છેરું:- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ થયા ! For P & P ons Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy